Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ લગ્નની વિગતો છુપાવનાર પતિને ત્રણ વર્ષની કેદ:અપરિણિત હોવાનું કહી કોર્ટ મેરેજ કર્યા, સંતાન થયા બાદ પ્રથમ પત્નીના ડાયવોર્સ પેપર મળી આવતા ભાંડો ફૂટ્યો

    4 days ago

    રાજકોટ શહેરમાં પ્રથમ લગ્ન અંગેની વિગતો પત્ની અને કોર્ટ સામે છુપાવવી યુવકને ભારે પડી છે. બીજા લગ્નમાં મનમેળ ન થતાં આરોપીએ પત્ની અને પુત્રને તરછોડી દીધા જોકે કાયદાકીય લડાઈ વચ્ચે પત્નીના હાથમાં પતિએ કરેલા અગાઉના લગ્નના ડોક્યુમેન્ટ મળી આવતા ફરીયાદ નોંધાવી હતી આ કેસમાં કોર્ટે આરોપી પતિ આશિષ મગનલાલ કંટારીયાને ત્રણ વર્ષની સજા અને રૂ.20,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાજકોટ શહેરના નાનામવા રોડ પર વરદાન એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ કંટારીયાએ વર્ષ 2006માં એક યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન સમયે આશિષે પોતે અપરિણિત હોવાનું જણાવી કોર્ટના કાગળોમાં પણ ખોટી વિગતો આપી હતી. આ લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રનો જન્મ થયો હતો. જોકે, લગ્નના સાત વર્ષ બાદ પત્નીને જાણ થઈ હતી કે આશિષે અગાઉ લગ્ન કરેલા છે. જ્યારે પત્નીએ આ બાબતે પૂછપરછ કરી ત્યારે આશિષે તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને અંતે પત્ની તથા પુત્રને તરછોડી દીધા હતા. ત્યારબાદ પરિણીતાએ આશિષના પ્રથમ લગ્નના પ્રમાણપત્ર અને ડાયવોર્સ પેપર મળી આવતા સત્ય સામે આવ્યું હતું. પતિએ કોર્ટ અને પત્ની બંનેને ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ડી. જે. વસવેલીયાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીએ રેકર્ડ પર પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાનું સાબિત થયું છે. આરોપી સામે અગાઉ પણ કલમ 406 હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો છે જેમાં તેને સજા થયેલી છે. બંને પક્ષોની રજૂઆતો અને સાક્ષીઓની જુબાની બાદ કોર્ટે આરોપી આશિષ કંટારીયાને ૩ વર્ષની કેદ અને રૂ.20,000 દંડનો આદેશ કર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા ભોગવવી પડશે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાયા:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોઘંબા ખાતે ખેસ પહેરાવ્યો
    Next Article
    પુરવઠા વિભાગની ઘોર બેદરકારી:રાજકોટની 365 આંગણવાડીઓ માટે તેલ - ચોખાનો જથ્થો ફાળવવામાં વિલંબ, 18,000 જેટલા ભૂલકાઓ ભૂખ્યા રહ્યા, ઘરેથી નાસ્તો લાવવા સૂચના આપવી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment