Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરવઠા વિભાગની ઘોર બેદરકારી:રાજકોટની 365 આંગણવાડીઓ માટે તેલ - ચોખાનો જથ્થો ફાળવવામાં વિલંબ, 18,000 જેટલા ભૂલકાઓ ભૂખ્યા રહ્યા, ઘરેથી નાસ્તો લાવવા સૂચના આપવી પડી

    4 days ago

    રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં અભ્યાસ કરતા હજારો બાળકો માટે મધ્યાહન ભોજન આશીર્વાદ સમાન હોય છે, પરંતુ વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આજે આ વ્યવસ્થા પડી ભાંગી હતી. રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સમયસર ચોખા ઉપરાંત તેલનો જથ્થો પણ ફાળવવામાં ન આવતા 365 આંગણવાડીના 18000 બાળકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા તેલ અને ચોખાના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી હોવા છતાં, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયસર રિલીઝ ઓર્ડર નહીં આપવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેને લઈ આંગણવાડીના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના બની કે સરકારી અનાજ ગોડાઉનમાં પડ્યું હોવા છતાં બાળકોને ઘરેથી નાસ્તો લાવવાની સૂચના આપવી પડી હતી. જોકે આજરોજ જથ્થો ફાળવી દેવામાં આવ્યો હોવાથી એકાદ દિવસમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા મનપાનાં અધિકારીએ વ્યક્ત કરી છે. રાજકોટ મહાપાલિકાના આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ હેઠળ સેન્ટ્રલ ઝોનમાં 122, ઈસ્ટ ઝોનમાં 152 અને વેસ્ટ ઝોનમાં 182 મળી કુલ 365 આંગણવાડીઓ કાર્યરત છે. આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકો ઉપરાંત સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. આ માટે ખાસ રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા નિગમ દ્વારા નિયમિતપણે તેલ અને ચોખાનો જથ્થો ફાળવવામાં આવે છે. આ જથ્થો સેન્ટ્રલાઈઝ્ડ ગોડાઉનમાં પહોંચ્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તેના રિલીઝ ઓર્ડર આપવામાં આવે છે, જે બાદ લેબોરેટરી ટેસ્ટિંગ કરાવીને રસોડા સુધી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર વિવાદની વિગત એવી છે કે, રાજ્ય સરકાર દ્વારા ગત 8 એપ્રિલના રોજ જ તેલ અને ચોખાનો જરૂરી જથ્થો ફાળવી દેવામાં આવ્યો હતો. છતાય રાજકોટ જિલ્લા કલેક્ટર હસ્તકના પુરવઠા વિભાગે આ જથ્થો રિલીઝ કરવા માટે જરૂરી પ્રક્રિયામાં વિલંબ કર્યો હતો. પુરવઠા વિભાગના અધિકારીઓએ રિલીઝ ઓર્ડર નહીં આપતા ગોડાઉન મેનેજર દ્વારા જથ્થો રસોડા સુધી પહોંચાડવામાં આવ્યો નહોતો. નિયમ મુજબ જથ્થો આવ્યા બાદ તેનું લેબોરેટરી ટેસ્ટિંગ અનિવાર્ય છે, પરંતુ ઓર્ડરના અભાવે ટેસ્ટિંગની પ્રક્રિયા પણ અટકી પડી હતી. પરિણામે, સતત બે દિવસ સુધી આંગણવાડીના રસોડામાં તેલ અને ચોખાનો પુરવઠો ખૂટી પડ્યો હતો. જ્યારે પરિસ્થિતિ ગંભીર બની ત્યારે આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારી પૂજાબેન જોષીએ પુરવઠા વિભાગ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોમાં તાત્કાલિક રજૂઆતો કરી હતી. પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આંગણવાડીના સંચાલકોએ વાલીઓને ફોન કરીને કે સંદેશા મોકલીને બાળકોને ઘરેથી નાસ્તો લાવવા માટે સૂચના આપવી પડી હતી. જે બાળકો મધ્યાહન ભોજન પર નિર્ભર છે, તેવા ગરીબ અને મધ્યમ વર્ગના 18000 ભૂલકાઓએ આ સરકારી અંધેરવહીવટના કારણે ભૂખ વેઠવી પડી હતી. આ ઘટનાએ પુરવઠા વિભાગની કાર્યપ્રણાલી પર અનેક સવાલો ઉભા કર્યા છે. આઈસીડીએસ વિભાગના અધિકારી પૂજાબેન જોષીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેલ અને ચોખાનો પુરવઠા વિભાગ તરફથી ન મળ્યો હોવાને કારણે બાળકોને ઘરેથી નાસ્તો લાવવા સૂચના આપવામાં આવી હતી. જોકે આજે બપોર બાદ તાત્કાલિક ધોરણે તેલ અને ચોખાના જથ્થાની ફાળવણી કરી દેવામાં આવી છે. જેને લઈને એકાદ દિવસમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. આંગણવાડીનાં ઇતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત બાળકોને નાસ્તો આપવામાં નહીં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. ભવિષ્યમાં આ પ્રકારના કોઈ બનાવ ન બને તે માટે પુરવઠા વિભાગ સાથે અગાઉથી સંકલન કરી લેવાની ખાતરી પણ તેમણે આપી હતી. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં મધ્યાહન ભોજન યોજનામાં થયેલો આ વિક્ષેપ તંત્ર માટે લાલબત્તી સમાન છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે સેન્ટ્રલાઈઝ્ડ જથ્થા વિતરણની પ્રક્રિયાને વધુ વેગવંતી, પારદર્શક બનાવવી જરૂરી છે. નાના બાળકોના પોષણ સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે વહીવટી તંત્રની શિથિલતા કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય તેમ નથી. હાલ પૂરતો જથ્થો મળી જવાથી આગામી દિવસોમાં ભોજન વ્યવસ્થા રાબેતા મુજબ થશે, પરંતુ આજની હાડમારીએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રથમ લગ્નની વિગતો છુપાવનાર પતિને ત્રણ વર્ષની કેદ:અપરિણિત હોવાનું કહી કોર્ટ મેરેજ કર્યા, સંતાન થયા બાદ પ્રથમ પત્નીના ડાયવોર્સ પેપર મળી આવતા ભાંડો ફૂટ્યો
    Next Article
    સંયુક્ત મિલકતમાં ગદ્દારી મોંઘી પડી:ઈટાલીમાં નોકરી કરતા ભાઈની જાણ બહાર જમીન પચાવી પાડનાર સુરતના બે ભાઈઓને 3 વર્ષની કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment