Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ડિમોલિશન-પૈસા લેવા મુદ્દે ભાજપ ઉમેદવારની જાહેરમાં ફજેતી:પ્રચાર સમયે રઘુ કુંતને મતદાતાએ કહ્યું- તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું એના મારી પાસે પ્રૂફ છે

    1 week ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ડોર-ટુ-ડોર કેમ્પેનિંગ સુધી પહોંચ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સોસાયટીએ સોસાયટીએ ફરી રહ્યા છે, પરંતુ સુરતના વોર્ડ નંબર 7 (કતારગામ-વેડ) વિસ્તારમાં ભાજપ માટે સ્થિતિ ક્ષોભજનક બની હતી. પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ કુંતને એક જાગૃત મતદાતાએ ગેરકાયદેસર બાંધકામ અને ડિમોલિશનના મુદ્દે જાહેરમાં તતડાવી નાખ્યા હતા. મતદાતાએ સીધો આક્ષેપ કર્યો હતો કે, સત્તાનો દુરુપયોગ કરીને ડિમોલિશન કરવામાં આવે છે, જે સાંભળી ઉમેદવારો અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો. ગેરકાયદે બાંધકામ મુદ્દે મતદાતાના તીખા સવાલો વોર્ડ નંબર 7માં જ્યારે ભાજપના ઉમેદવારોની પેનલ પ્રચાર અર્થે પહોંચી, ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખાસ કરીને રઘુ કુંત સામે એક મતદાતાએ મોરચો માંડ્યો હતો. મતદાતાએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્રની ડિમોલિશનની કામગીરીમાં નેતાઓની દખલગીરી વધી રહી છે. ગેરકાયદે બાંધકામ હટાવવાના નામે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવતા હોવાનો સૂર સ્થાનિકોમાં જોવા મળ્યો હતો. મતદાતાએ અન્ય કાર્યકરોની હાજરીમાં જ રઘુભાઈને સવાલો પૂછવાનું શરૂ કરતા વાતાવરણ ગરમાયું હતું. "મારી પાસે પ્રૂફ છે, હું જાહેરમાં કહેવા તૈયાર છું" મતદાતાએ રઘુ કુંતને ઉદ્દેશીને જાહેરમાં ગર્જના કરતા કહ્યું હતું કે, અમે તમને વ્યક્તિગત રીતે ઓળખતા નથી પરંતુ તમારું નામ સાંભળ્યું છે. નંદુ દોશી વાડીમાં જે 10 મકાનો હટાવ્યા અને સમજુબા હોસ્પિટલ પાસે જે કામગીરી થઈ, તેમાં તમે કેટલી વાર ડિમોલિશન કરાવ્યું છે એ હું સારી રીતે જાણું છું. મારી પાસે આ તમામ બાબતોના પાકા પ્રૂફ (પુરાવા) છે. હું જાહેરમાં આ બધું કહેવા તૈયાર છું કે તમે ક્યાં અને કેવી રીતે ડિમોલિશન કરાવ્યું છે. મતદાતાના આ રોકડા નિવેદન બાદ ભાજપના નેતાઓ પાસે કોઈ જવાબ રહ્યો નહોતો. ક્ષોભજનક સ્થિતિમાં મુકાયેલા નેતાઓએ ચાલતી પકડવી પડી મતદાતા દ્વારા જ્યારે પુરાવા સાથે ડિમોલિશનના આક્ષેપો કરવામાં આવ્યા, ત્યારે પ્રચારમાં સાથે રહેલા ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારો અને સેંકડો કાર્યકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. સોસાયટીના અન્ય રહીશો પણ એકઠા થઈ જતા મામલો વધુ બિચકવાની શક્યતા હતી. મતદાતાનો આક્રોશ અને ગંભીર આક્ષેપોને જોતા, પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલાં જ રઘુ કુંત સહિતના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ત્યાંથી એક પછી એક વિલા મોઢે વિદાય લેવી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કતારગામ-વેડમાં ભાજપ સામે સ્થાનિકોની નારાજગી સુરતનો કતારગામ અને વેડ રોડ વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ગેરકાયદે બાંધકામ, પ્રોપર્ટી ટેક્સ અને ડિમોલિશન જેવા સ્થાનિક મુદ્દાઓ ઉમેદવારો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. વોર્ડ નંબર 7માં જોવા મળેલો આ વિરોધ એ વાતનો સંકેત છે કે મતદારો હવે માત્ર પક્ષના નામ પર નહીં, પરંતુ સ્થાનિક સ્તરે થયેલા વહીવટ અને નેતાઓની કામગીરી પર નજર રાખી રહ્યા છે. રઘુ કુંત સામેનો આ આક્રોશ આગામી દિવસોમાં અન્ય ઉમેદવારો માટે પણ ચેતવણી સમાન છે.
    Click here to Read More
    Previous Article
    વિકાસના દાવા અને વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપો.:જૂનાગઢ મનપાની બેઠકમાં ₹30.21 કરોડના વિકાસ કામોને મંજૂરી; વિપક્ષે રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાન્ટના વપરાશ મુદ્દે શાસકોને આડેહાથ લીધા.
    Next Article
    Mehsana BJP News | મહેસાણા જિલ્લા ભાજપે 6 સક્રિય સભ્યોને સસ્પેન્ડ કર્યાં | Election |News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment