Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આતંકી હાફિઝ સઈદના રાઈટ હેન્ડ ગણાતા હમઝા પર ફાયરિંગ:લાહોરમાં ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર હુમલો, ભારતમાં અનેક આતંકવાદી કાવતરામાં સામેલ હતો

    2 weeks ago

    પાકિસ્તાનના લાહોરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક સભ્ય આમિર હમઝા પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો. હુમલા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોએ લાહોરમાં એક ન્યૂઝ ચેનલની ઓફિસની બહાર તેના પર ગોળીબાર કર્યો. હુમલો કોણે અને શા માટે કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. એક વર્ષથી પણ ઓછા સમયમાં આ બીજી વખત છે, જ્યારે હમઝા પર હુમલો થયો છે. આ પહેલા ગયા વર્ષે મે મહિનામાં પણ તેના ઘરની બહાર અજાણ્યા લોકોએ તેને ગોળી મારી હતી. અગાઉના હુમલા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાની અધિકારીઓએ તેની સુરક્ષા વધારી દીધી હતી, જોકે, તે ઘટના પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું. લશ્કરના સામયિકોનો સંપાદક હતો આતંકવાદી આમિર હમઝા 1987માં લશ્કર-એ-તૈયબાની સ્થાપનામાં સામેલ 17 લોકોમાંથી એક છે. તે આતંકવાદી ગતિવિધિઓ, પ્રચાર, ભંડોળ એકત્ર કરવા અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા અનેક અખબારો અને સામયિકોનું સંપાદન કરતો હતો. તે લશ્કરની સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીનો સભ્ય પણ રહ્યો છે અને અન્ય આતંકવાદી જૂથો સાથે સંબંધો સ્થાપિત કરવામાં સક્રિય રહ્યો છે. હમઝાએ હાફિઝ સઈદના નેતૃત્વમાં લશ્કર-એ-તૈયબાને અન્ય આતંકવાદી જૂથો સાથે જોડવાનું કામ કર્યું. તે લશ્કર સાથે સંકળાયેલા એક ચેરિટી સંગઠનનું નેતૃત્વ કરતો હતો અને લશ્કરના યુનિવર્સિટી ટ્રસ્ટના બોર્ડમાં સામેલ હતો, જેનું સંચાલન અગાઉ હાફિઝ સઈદ કરતો હતો. હમઝાએ સોવિયત વિરુદ્ધ યુદ્ધ લડ્યું હતું હમઝાએ 1980ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ વિરુદ્ધના યુદ્ધમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તે હાફિઝ સઈદ અને અન્ય આતંકવાદીઓ સાથે જોડાઈ ગયો હતો. તે હાફિઝ સઈદ અને અબ્દુલ રહેમાન મક્કીનો નજીકનો છે. અમેરિકાએ વર્ષ 2012માં હમઝાને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. હમઝાને ભારત વિરુદ્ધના અનેક આતંકવાદી હુમલાઓ સાથે જોડવામાં આવ્યો છે. તેને જમ્મુના સુજંવાંમાં સેનાના બ્રિગેડ મુખ્યાલય પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ ગણાવવામાં આવે છે. 8 વર્ષ પહેલા સંગઠનથી અલગ થયો હતો કેટલાક અહેવાલો અનુસાર, વર્ષ 2018માં ભંડોળની અછતની સમસ્યાને કારણે લશ્કર-એ-તૈયબામાં ફૂટ પડી ગઈ હતી. ત્યારબાદ આમિર હમઝાએ પોતાને સંગઠનથી અલગ કરી લીધો હતો. તેણે પોતાનું નવું સંગઠન બનાવ્યું હતું. તેનું નામ જૈશ-એ-મનક્ફા રાખવામાં આવ્યું હતું. ------------------------------------------ પાકિસ્તાન સંબંધિત આ સમાચાર પણ વાંચો… પાકિસ્તાનમાં ભેંસ પાળવા પર ગોબર ટેક્સ લગાવવાની તૈયારી:પંજાબ સરકાર દરેક ભેંસ પર રોજ 30 રૂપિયા વસૂલશે, વિપક્ષે કહ્યું- સાચું કારણ કંઈક બીજું છે પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં ભેંસ પાળવા પર હવે ‘ગોબર ટેક્સ’ લગાવવાની તૈયારી થઈ રહી છે. પાકિસ્તાની અખબાર ડેઇલી ટાઇમ્સના રિપોર્ટ અનુસાર મરિયમ નવાઝની સરકાર દરેક ભેંસ પર દરરોજ 30 પાકિસ્તાની રૂપિયા ટેક્સ લેવાનો નિયમ બનાવી શકે છે. સરકાર આ પગલાને ગ્રીન એનર્જી તરીકે રજૂ કરી રહી છે. આ યોજના ‘સુથરા પંજાબ’ બાયોગેસ પ્રોગ્રામનો ભાગ હોવાનું કહેવાય છે. આ પ્રોગ્રામ ડિસેમ્બર 2024માં પંજાબ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ કચરાને સાફ કરવો અને તેમાંથી બાયોગેસ બનાવીને ઊર્જા ઉત્પન્ન કરવાનો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    આમિરના દીકરાએ ખોટું બોલી સાઉથ એક્ટ્રેસ પટાવી!:જાપાનમાં જોવા મળશે સાઈ પલ્લવી-જુનૈદ ખાનનો રોમાન્સ; 'એક દિન'નું 'સૈયારા' જેટલું ઈમોશનલ ટ્રેલર
    Next Article
    મોદીએ કહ્યું- મહિલા અધિકારોના વિરોધીઓના ખરાબ હાલ થયા:નારી શક્તિ માફ નહીં કરે; કોંગ્રેસે કહ્યું- સરકાર મહિલા અનામત રોકવા માટે સીમાંકન બિલ લાવી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment