Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમિરના દીકરાએ ખોટું બોલી સાઉથ એક્ટ્રેસ પટાવી!:જાપાનમાં જોવા મળશે સાઈ પલ્લવી-જુનૈદ ખાનનો રોમાન્સ; 'એક દિન'નું 'સૈયારા' જેટલું ઈમોશનલ ટ્રેલર

    2 weeks ago

    આમિર ખાન પ્રોડક્શન્સની ફિલ્મ 'એક દિન'નું બીજું ટ્રેલર ગુરુવારે રિલીઝ થયું. ફિલ્મમાં સાઈ પલ્લવી અને જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ટ્રેલરમાં એક લવ સ્ટોરી બતાવવામાં આવી છે, જેમાં જુનૈદ એક શરમાળ યુવકની ભૂમિકામાં છે, જે સાઈ પલ્લવીના પાત્રને પ્રેમ કરે છે. બંને એક જ ઓફિસમાં કામ કરે છે, પરંતુ તે તેની સાથે વાત કરી શકતો નથી. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે બંને ઓફિસ ટ્રિપ માટે જાપાન જાય છે. ત્યાં સાઈનો અકસ્માત થાય છે અને તેને ટ્રાન્ઝિયન્ટ ગ્લોબલ એમ્નેશિયા (TGA) થઈ જાય છે. આ સ્થિતિમાં તેને ફક્ત જુનૈદ યાદ રહે છે, જેણે તેનો જીવ બચાવ્યો હતો. જાપાનમાં બંનેને સાથે સમય વિતાવવાનો મોકો મળે છે. છોકરો જાણે છે કે મીરા બીજા દિવસે બધું ભૂલી જશે, છતાં તે તે એક દિવસને ખાસ બનાવી દે છે. ફિલ્મ ‘એક દિન’ના ટ્રેલરમાં સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની કેમેસ્ટ્રી ખૂબ જ ભાવનાત્મક બતાવવામાં આવી છે. બંનેની કેમેસ્ટ્રીની ખાસ વાત એ છે કે તેમાં અધૂરાપણું અને દર્દ બંને છે. જુનૈદનું પાત્ર જાણે છે કે આ સંબંધ દરરોજ નવો શરૂ થશે, તેમ છતાં તે દરેક પળને પૂરી તીવ્રતાથી જીવે છે. આ જ ભાવનાત્મક ઊંડાણ વાર્તાને ખાસ બનાવી રહ્યું છે. આમિર અને મન્સૂર ખાન ફરી સાથે આવ્યા ફિલ્મ 1 મે, 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. 'એક દિન' ને સુનીલ પાંડેએ ડિરેક્ટ કરી છે અને આમિર ખાન, મન્સૂર ખાન અને અપર્ણા પુરોહિતે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં આમિર ખાન અને મન્સૂર ખાન લાંબા સમય પછી સાથે આવી રહ્યા છે. આ પહેલા, તે 'કયામત સે કયામત તક', 'જો જીતા વોહી સિકંદર', 'અકેલે હમ અકેલે તુમ' અને 'જાને તુ... યા જાને ના' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જુઓ સંપૂર્ણ ટ્રેલર
    Click here to Read More
    Previous Article
    Parliament special sitting LIVE updates: ‘Opposition agrees in-principle privately, disagrees in public’: PM Modi in LS
    Next Article
    આતંકી હાફિઝ સઈદના રાઈટ હેન્ડ ગણાતા હમઝા પર ફાયરિંગ:લાહોરમાં ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર હુમલો, ભારતમાં અનેક આતંકવાદી કાવતરામાં સામેલ હતો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment