Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીને કારણે

    1 week ago

    વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા 17 એપ્રિલ, 2026, શુક્રવારે સવારે 8:30 થી બપોરના 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. 11 કેવી ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીને કારણે આ નિર્ણય લેવાયો છે. આ વીજ કાપને કારણે હુડકો સોસાયટી, મોચી નગર, સાંઈ બાબા મંદિર પાછળનો વિસ્તાર, ડારી રોડ, માનવ રેસિડેન્સી, ગોકુલનગર, રામદેવ નગર અને જૂની ITI સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. વીજ ગ્રાહકોને આની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટરના નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતો ટાળવા માટે, વીજ સ્થાપનો પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવાની સલાહ આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વિક્રમ માલીવાડને પાસા હેઠળ જેલભેગો કરાયો:મહિસાગર LCBએ આરોપીને ભુજ મધ્યસ્થ જેલમાં મોકલ્યો
    Next Article
    Archana Puran Singh gets hate for joking about husband Parmeet Sethi, says women leave flirty messages for him: ‘Gate khula hai, le jao’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment