Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાજપ પ્લાન્ટેડ ઉમેદવારો કોંગ્રેસ પાસે મોકલે છે':વિપક્ષના નેતા તુષાર ચૌધરીનો આક્ષેપ, ગુજરાત અને કેન્દ્રમાં બહુમતી છે તો ઉમેદવારો ખરીદવાની જરૂર શું પડી?

    1 week ago

    વડોદરા શહેરમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે મહાનગરપાલિકાના કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આખો દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો જે બાદ રાતે વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી વડોદરા પ્રચાર અર્થે આવ્યા હતા. તેઓએ ભાજપ ઉપર આક્ષેપ કર્યા હતા કે, ભાજપ પાસે રાજ્યમાં અને કેન્દ્રમાં આટલી બહુમતી છે તો પછી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવા શું કામ પડે છે? તેઓ લોકશાહી ઢબે ચૂંટણી કેમ નથી થવા દેતા. કોંગ્રેસની પસંદગી પ્રક્રિયા સામે સવાલો ડો.તુષાર ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું તેઓની સેન્સ પ્રક્રિયામાં અથવા તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ખોટ નથી. જેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ક્યારેક ભાજપ પ્લાન્ટેડ ઉમેદવારો કોંગ્રેસ પાસે મોકલે છે, તેઓ ટિકિટ માગે છે, લોબિંગ પણ કરાવે છે અને ટિકિટ મળ્યા બાદ ભાજપના ખોળે બેસી જાય છે. ત્યારે ભાજપને જો લોકો મત આપવાના જ હોય તો આવું શું કામ કરે છે? તાકાત હોય તો લોકશાહીની રીતે ચૂંટણી થવા દો. અમે ગમે તેટલા નબળા ઉમેદવાર મૂકીએ ભાજપ તેનાથી પણ ડરી જાય છે? પસંદગી પ્રક્રિયા સ્થાનિક કક્ષાએ થાય છે વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સ્થાનિક કક્ષાએથી થાય છે. પ્રદેશ કક્ષાએ 10 હજાર કે તેથી વધુ ઉમેદવારો પૈકી એક એક કરીને સહુની પ્રોફાઈલ નથી જોવાતી. તે સ્થાનિક કક્ષાએ જોઈને અમારા સુધી નામો આવે છે અને તેના આધારે પસંદગી થાય છે ત્યારે સ્થાનિક કક્ષાએથી ઉમેદવારો કોણ કેવું છે તે માલુમ પડી શકે. પરંતુ ક્યારેક તેમાં ખોટા ઉમેદવાર પણ આવી જાય. વિકાસની ખાલી વાતો છે કોઈ વિકાસ થયો નથી તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, હું વડોદરા ભણવા આવ્યો હતો. તેને વર્ષો વીતી ગયા. ત્યારના વડોદરા અને આજના વડોદરામાં કોઈ ફેર નથી. વિકાસની માત્ર વાતો થઇ છે. કોઈ વિકાસ દેખાતો નથી. ભાજપ ખાલી મોટી મોટી વાતો કરે છે અને આ વખતે વડોદરા મહાનગરપાલિકામાં અમારું બોર્ડ બનવાનું છે અમે જંગી બહુમતીથી જીતવાના છે તે નિશ્ચિત છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ક્રિકેટ સટ્ટાબાજી કરતા બે ઝડપાયા:પૂછપરછમાં બે બુકીના નામ ખુલ્યા, ₹11 હજારનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Women Reservation Bill Lok Sabha LIVE | લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા | PM Modi | Rahul Gandhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment