Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબેડકર જન્મજયંતી રીલ્સ પર અપમાનજનક ટિપ્પણી:સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરનાર સામે ફરિયાદ નોંધાઈ

    3 days ago

    અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણીની રીલ્સ પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ એક યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં વિવેકભાઈ પ્રવીણભાઈ બાબરીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, "koli_vinay_8932" નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ડૉ. આંબેડકર વિશે અશ્લીલ અને અપમાનજનક કોમેન્ટ કરવામાં આવી હતી. આ ઘટના 14 એપ્રિલ, 2024 ના રોજ રાજુલા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી રેલી અને ઉજવણી સાથે સંબંધિત છે. આ પ્રસંગે આંબેડકર સર્કલ ખાતે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. વિવેકભાઈએ આ ઉજવણીનો વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી "વિવેક 26" પર રીલ્સ રૂપે અપલોડ કર્યો હતો. આરોપી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી અનુસૂચિત જાતિના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. સમગ્ર જિલ્લામાં આંબેડકર જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હોવા છતાં આવી ટિપ્પણીઓથી દલિત સમાજમાં નારાજગી વ્યાપી છે. રાજુલા પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રભાસ પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફૂટ પેટ્રોલિંગ:શાંતિ અને સુરક્ષા જાળવવા PI વારણકાની આગેવાનીમાં ચેકિંગ
    Next Article
    AAP’s Junagadh candidate ‘caught’ with Rs 96K illicit liquor, booked

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment