Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નગરપાલિકા ચૂંટણી: ભાજપે વિવિધ વોર્ડ કાર્યાલયો ખોલ્યા:ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ઉદ્ઘાટન કરી પ્રચારનો પ્રારંભ કર્યો

    6 days ago

    ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગોધરા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત વિધિવત રીતે ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે શહેરના 6 જેટલા મહત્વના વોર્ડના મધ્યસ્થ કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપે આગામી ચૂંટણીનો જંગ જીતવા માટે સઘન પ્રયાસો શરૂ કરી દીધા છે. ઉદ્ઘાટન કરાયેલા કાર્યાલયોમાં વોર્ડ નંબર 5માં ગેલ ભવાની માતાજી મંદિર અને રણછોડરાય મંદિર પાસે, વોર્ડ નંબર 1 અને 2માં ખાડી ફળિયા અને લુણાવાડા રોડ સ્થિત ઓશિયા મોલ ખાતેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 3માં ભુરાવાવ વિસ્તારના શ્રીજી કોમ્પ્લેક્સ ખાતે પણ કાર્યાલય ખુલ્લું મુકાયું. વધુમાં, વોર્ડ નંબર 11 અને 10 માટે બામરોલી રોડ પર ક્રિષ્ના કોમ્પ્લેક્સ અને સત્યમ સોસાયટી પાસે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શુભારંભ સમારોહમાં ધારાસભ્ય સી.કે. રાઉલજી, સંગઠનના હોદ્દેદારો, વિવિધ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે મજબૂત રણનીતિ અને જનસંપર્ક પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય રાઉલજીએ જણાવ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દે લોકોની વચ્ચે રહી છે. આ કાર્યાલયોના માધ્યમથી અમે જન-જન સુધી પહોંચીશું અને ફરી એકવાર લોકોના વિશ્વાસ સાથે વિજય મેળવીશું." આ કાર્યાલયોના પ્રારંભ સાથે જ હવે ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ભાજપ દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અને લોકસંપર્કની કામગીરી વધુ વેગવંતી બનશે. આ પ્રસંગે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને "જીત" ના સંકલ્પ સાથે ચૂંટણી પ્રચારના મંગલાચરણ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘એવો વિજય અપાવો કે વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર ના આવે’:CMએ મહેસાણાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી; અમદાવાદમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોએ ઘેરી લીધા
    Next Article
    ચંદ્રુમાણા ગૌરીમાતા મંદિરે 125 કિલો ઝુમ્મર, ધજા અર્પણ થશે:પાટોત્સવની તૈયારીઓ માટે ટ્રસ્ટની બેઠકમાં જવાબદારીઓ સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment