Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલોલ-ગોધરા બાયપાસ પર દોડતી આઈસરમાં આગ:મોટી દુર્ઘટના ટળી, ફાયર ટીમે કાબૂ મેળવ્યો

    2 days ago

    પંચમહાલના હાલોલ ખાતે મોડી રાત્રે લગભગ 9 વાગ્યે હાલોલ-ગોધરા બાયપાસ પર એક દોડતી આઈસરમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રક પોલીકેબ કંપનીમાંથી કેબલ ડ્રમ ભરીને ઇન્દોર જઈ રહી હતી, તે દરમિયાન રાવજી રેસીડેન્સી સામે આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગની જાણ થતાં જ હાલોલ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે સમયસર કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આઈસરનો ડ્રાઈવર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. જોકે, આઈસર અને તેમાં ભરેલા કેબલ ડ્રમને નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા મશીનરીની ખામીને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે બાયપાસ પર થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. જોકે, પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ વાહનવ્યવહાર ફરી સામાન્ય બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાજપ યુવા મોરચાની હિંમતનગરમાં બૃહદ બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની વ્યૂહરચના પર ચર્ચા
    Next Article
    વલસાડ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 555 ઉમેદવાર મેદાનમાં:ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment