Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ યુવા મોરચાની હિંમતનગરમાં બૃહદ બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની વ્યૂહરચના પર ચર્ચા

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા બુધવારે બૃહદ જિલ્લા બેઠકનું આયોજન કરાયું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. સંગઠનને મજબૂત બનાવવા, કાર્યકરોને જવાબદારીઓ સોંપવા અને ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા યુવા મોરચાએ તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયતની નિકોડા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા નિર્મલભાઈ પટેલનું સન્માન કરાયું હતું. બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડૉ. નરેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ ડૉ. ધવલ રાવલ, જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ અને જિલ્લા યુવા મોરચા મહામંત્રી રવિન્દ્રસિંહ તરુણભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, પાલિકાના ઉમેદવાર રાહુલભાઈ પટેલ, ધર્મરાજસિંહ દેવડા, પ્રદેશ મીડિયા સહ-કન્વીનર મંથન પંચાલ, પાર્થ પંચાલ, શ્રેયાંસ બારોટ તેમજ તમામ જિલ્લા-મંડળ પ્રમુખો અને યુવા મોરચાની ટીમે પણ હાજરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    રસોઈના ઝઘડામાં માતાએ બે દીકરીને ઝેર પીવડાવ્યું:સુરતમાં પતિને ફોન કરી કહ્યું-મારે હવે જીવવું નથી, બીજા દિવસે મોત, બપોરે સાથે જમ્યા બાદ પગલું ભર્યું
    Next Article
    હાલોલ-ગોધરા બાયપાસ પર દોડતી આઈસરમાં આગ:મોટી દુર્ઘટના ટળી, ફાયર ટીમે કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment