Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં માતાએ બંને દીકરીને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવ્યું:પતિને ફોન કરી કહ્યું-મારે હવે જીવવું નથી, બીજા દિવસે મોત, બપોરે સાથે જમ્યા બાદ ખેલ ખેલાયો

    3 days ago

    સુરત શહેરમાં પારિવારિક કંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ડભોલી વિસ્તારમાં 15 એપ્રિલે વધુ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળીને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની બે પુત્રીને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી લીધી હતી. માતા અને બંને દીકરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આજે (16 એપ્રિલ) માતાનું મોત નીપજ્યું છે. તો બન્ને દીકરી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પતિ કારખાને ગયા અને બાદમાં ખેલ ખેલાયો મળતી માહિતી પ્રમાણે, સુરતના ડભોલી વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા મનસુખભાઈ (નામ બદલેલ છે) બુધવારે બપોરે ઘરે જમવા આવ્યા હતા. પત્ની અને બાળકો સાથે ખુશી-ખુશી જમ્યા બાદ તેઓ પરત કારખાને ગયા હતા. જોકે, તેમના ગયા બાદ કીર્તિબેને (નામ બદલેલ છે) ઘરમાં રહેલી અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવી બંને દીકરીઓને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પી લીધી હતી. પતિને ફોન કરીને કહ્યું- ‘મેં દવા પી લીધી છે’ ઝેર ગટગટાવ્યા બાદ કીર્તિબેને પતિને ફોન કરીને ચોંકાવનારી જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, મારે હવે જીવવું નથી, મેં ઝેરી દવા પી લીધી છે. આ સાંભળી પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક પોતાના પિતરાઈ ભાઈને જાણ કરી ઘરે દોડવા કહ્યું હતું. જ્યારે સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે દૃશ્ય ભયાનક હતું. માસૂમ દીકરીઓ બેડ પર બેસી રડતી હતી ઘટનાસ્થળે પહોંચેલા ભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે હું રૂમમાં ગયો ત્યારે બંને માસૂમ દીકરીઓ બેડ પર બેસીને રડતી હતી, જ્યારે બેન તેમની સામે જ બેભાન હાલતમાં પડ્યા હતા. મોટી દીકરીએ રડતા રડતા કહ્યું હતું કે, મમ્મીએ અમને દવા પીવડાવી અને પછી પોતે પણ પી લીધી. મને ઉલટી પણ થઈ છે. તાત્કાલિક ત્રણેયને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં માતાને ICUમાં અને બંને બાળકીઓ PICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં. રવિવારે વતનમાં લગ્ન હતા પરિવારના સભ્યોએ ભારે હૈયે જણાવ્યું હતું કે, આગામી રવિવારે મહુવા ખાતે સંબંધીના લગ્ન હોવાથી આખો પરિવાર વતને જવાનો હતો. તે માટે કપડાં અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી પણ કરી લેવામાં આવી હતી. ઘરમાં પ્રસંગનો માહોલ હતો, પરંતુ તે પહેલા જ બુધવારે આ અઘટિત ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. નાની-નાની વાતોમાં થતા ઝઘડા કારણભૂત? જયસુખભાઈના જણાવ્યા અનુસાર, પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી રસોઈ બનાવવા બાબતે કે જમવા બાબતે તેમજ અન્ય નાની-મોટી ઘરગથ્થુ બાબતોમાં અવારનવાર બોલાચાલી થતી હતી. આ રોજબરોજના કંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની આશંકા છે. હાલ સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા અનામત સુધારા બિલ આજે સંસદમાં રજૂ થશે:લોકસભાની બેઠકો 543થી વધીને 850 થશે, 2029ની લોકસભા ચૂંટણીમાં લાગુ કરાશે
    Next Article
    ચાંદખેડામાં ચૂંટણી પહેલા જ ગરમાવો:ભાજપના ઉમેદવાર અતુલ મિશ્રાના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી; રજૂઆત બાદ પણ AMCની કાર્યવાહી નહિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment