Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂમલા ગામે મંત્રી ઝૂમી ઊઠ્યા:કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપનો વિજય; મંત્રી નરેશ પટેલે કહ્યું- આનંદ પટેલનો પગ તૂટી ગયો

    6 days ago

    નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ જમાવી છે. ચીખલી તાલુકાની રૂમલા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો છે. આ બેઠક કેબિનેટ મંત્રી નરેશ પટેલના હોમગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે, જ્યાં ભાજપે શક્તિપ્રદર્શન કર્યું છે. આ બેઠક પરથી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ દેશમુખે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા રાજકીય ગરમાવો આવ્યો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના મતવિસ્તારમાં આવતી આ બેઠક પર ભાજપનો બિનહરીફ વિજય કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. ભાજપના વિજયની જાહેરાત થતા જ કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રૂમલા ગામમાં આયોજિત ઉજવણીમાં મંત્રી નરેશ પટેલ સામાન્ય કાર્યકરની જેમ ઝૂમી ઉઠ્યા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ગણદેવીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલે વિજેતા કૌશિક પટેલને શુભેચ્છા આપવા રૂમલાના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી. નવસારી જિલ્લામાં ભાજપે અત્યાર સુધીમાં અનેક બેઠકો બિનહરીફ પોતાના નામે કરી છે. જિલ્લા પંચાયતની રૂમલા, સમરોલી અને ધેજ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. આ ઉપરાંત, ચીખલી તાલુકા પંચાયતની ચીખલી, સમરોલી, તેજલાવ, તલાવચોરા અને પીપલગભણ સહિત પાંચ બેઠકો પણ બિનહરીફ રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર મહાનગરપાલિકા ચૂંટણી:વોર્ડ 2માં 8 ઉમેદવાર, વોર્ડ 16માં સૌથી વધુ 27 ઉમેદવાર મેદાનમાં
    Next Article
    Vadodara zoo’s White tiger pair become parents; Alas, only 1 of 3 cubs survive

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment