Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મહાનગરપાલિકા ચૂંટણી:વોર્ડ 2માં 8 ઉમેદવાર, વોર્ડ 16માં સૌથી વધુ 27 ઉમેદવાર મેદાનમાં

    6 days ago

    જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડવાર ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં સૌથી ઓછા 8 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે વોર્ડ નંબર 16માં સૌથી વધુ 27 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 2માં કુલ આઠ ઉમેદવારો છે, જ્યાં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે. આ વોર્ડની ચારેય બેઠકો પર બંને મુખ્ય પક્ષોએ ચાર-ચાર ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજી તરફ, વોર્ડ નંબર 16માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો સહિત કુલ 27 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આ વોર્ડમાં બહુકોણીય જંગ જામવાની શક્યતા છે. અન્ય વોર્ડની વાત કરીએ તો, વોર્ડ નંબર 1માં 20 ઉમેદવારો, વોર્ડ નંબર 3માં 9 ઉમેદવારો અને વોર્ડ નંબર 4માં 12 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. વોર્ડ નંબર 5માં 11 ઉમેદવારો અને વોર્ડ નંબર 6માં 19 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ નંબર 7 અને 8માં બાર-બાર ઉમેદવારો મેદાનમાં છે. વોર્ડ નંબર 9માં 21 ઉમેદવારો, જ્યારે વોર્ડ નંબર 10 અને 11માં પંદર-પંદર ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. વોર્ડ નંબર 12માં 20 ઉમેદવારો અને વોર્ડ નંબર 13માં 18 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 14માં 17 ઉમેદવારો અને વોર્ડ નંબર 15માં 24 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આમ, વોર્ડવાર ઉમેદવારોની સંખ્યામાં જોવા મળતા મોટા તફાવતને કારણે કેટલીક જગ્યાએ સીધો મુકાબલો તો કેટલીક જગ્યાએ બહુહરીફી જંગ જોવા મળશે તેવો અંદાજ છે.
    Click here to Read More
    Previous Article
    ભારત ગૌરવ ટ્રેન 12 મેથી શરૂ:IRCTC દ્વારા સુરેન્દ્રનગરથી દક્ષિણ ભારત યાત્રાનું આયોજન
    Next Article
    રૂમલા ગામે મંત્રી ઝૂમી ઊઠ્યા:કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપનો વિજય; મંત્રી નરેશ પટેલે કહ્યું- આનંદ પટેલનો પગ તૂટી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment