Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:માંગરોળ ઓસા બેઠકના આપના ઉમેદવારની દારૂ સાથે ધરપકડ

    2 days ago

    ઓસા(ઘેડ)ની સીમમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રેઇડ પાડી માંગરોળ તાલુકા પંચાયતની ઓસા બેઠકના ઉમેદવારને વિદેશી દારૂ સાથે ઝડપી લઇ 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલની ટીમ મંગળવારે રાત્રે ખાનગી વાહનમાં શીલ પોલીસ સ્ટેશન પેટ્રોલિંગમાં હતી. ખાનગી બાતમીદારો મારફતે બાતમી મળી હતી કે, માંગરોળ તાલુકાના ઓસા (ઘેડ) ગામના નિલેશ હરદાસભાઈ માલમની કબ્જા ભોગવટાની ખેતીની જમીન પર બનાવેલો ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે અને આ જથ્થાને સગેવગે કરવાની તૈયારીમાં છે. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના રેઇડ કરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાં તાડપત્રી નીચે છુપાવેલી દારૂની 96 બોટલ મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 96,000ની કિંમતનો ઇંગ્લિશ દારૂ, મોબાઈલ ફોન, રોકડ સહિત કુલ રૂપિયા 1,06,480નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 50 વર્ષીય આરોપી નિલેષ હરદાસભાઈ માલમની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ શીલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ માંગરોળ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઓસા બેઠક પર આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. રાજકીય પક્ષનો ઉમેદવાર બુટલેગર નીકળતા ચકચાર મચી ગઈ હતી. સસરાના ગોડાઉનમાં દારૂ છુપાવ્યો’તો બુટલેગર નિલેશ હરદાસ માલમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ગોડાઉન તેના સસરાની માલિકીનું છે, પરંતુ છેલ્લા એક વર્ષથી ગોડાઉનનો કબજો ભોગવટો પોતાની પાસે હોય તેનો ઉપયોગ આરોપી પોતે જ કરતો હતો.
    Click here to Read More
    Previous Article
    કરૂણાંતિકા:બોટમાંથી સમુદ્રમાં પડી ગયેલા નાની ફાફણી ગામના માછીમારનું મોત
    Next Article
    Own Multiple Credit Cards? Remember This 30% Rule To Maintain CIBIL Score

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment