Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરૂણાંતિકા:બોટમાંથી સમુદ્રમાં પડી ગયેલા નાની ફાફણી ગામના માછીમારનું મોત

    2 days ago

    પોરબંદરથી 13 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં કોઈપણ કારણોસર નાની ફાફણી ગામનો માછીમાર બોટ માંથી દરિયામાં પડી જતા માછીમાર દરિયાના પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું છે. આ અંગે પોલીસે જાણવાજોગ દાખલ કરી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાની ફાફણી ગામમાં રહેતા નાનાભાઈ ભગવાનભાઈ ચુડાસમા નામના 47 વર્ષીય માછીમાર GJ 25 MM 1140 નંબરની અમર દયા નામની બોટમાં પોરબંદરથી 13 નોટિકલ માઇલ દૂર દરિયામાં તા.7/4ના રોજ પોરબંદરથી ટંડેલ અને અન્ય માછીમાર સાથે માછીમારી કરવા ગયા હતા, ત્યારે રાત્રિના સમયે કોઈપણ કારણોસર આ માછીમાર દરિયામાં પડી જતા દરિયાના પાણીમાં ડૂબી જતા માછીમારનું મોત થયું છે. માછીમારનું મૃતદેહ ગોરસર ગામના દરિયા માંથી મળી આવ્યો છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ બનાવ અંગે ભાવસિંહ પીઠાભાઈ ચુડાસમાએ પોલીસને જાણ કરતા પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની કાર્યવાહી માધવપુર પોલીસે હાથ ધરી છે. ગત 9 તારીખે પોલીસે ગુમ થયાની પોલીસને જાણ થઇ હતી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાની ફાંફણી ગામમાં રહેતા નાનાભાઈ ભગવાનભાઈ ચુડાસમા નામના 47 વર્ષીય માછીમાર અમર દયા નામની બોટમાં પોરબંદરથી 13 નોટિકલ માઇલ દૂર દરિયામાં માછીમારી કરતા હતા ત્યારે રાત્રિના અરસામાં આ માછીમાર બોટની પાછળ પડેલ સમાન સરખો કરવા જતા અકસ્માતે બોટ માંથી દરિયામાં પડી જતા દરિયાના પાણીમાં ગુમ થયા હતા, જે અંગે તા.9 એપ્રિલના નવીબંદર મરીન પોલીસે જાણવાજોગ દાખલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    અસુવિધા:રાણાવાવ સ્ટેશનમાં એક જ પ્લેટફોર્મ હોવાથી મુશ્કેલી
    Next Article
    કાર્યવાહી:માંગરોળ ઓસા બેઠકના આપના ઉમેદવારની દારૂ સાથે ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment