Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ખાસ:યુવાનોને આકર્ષવા વીડિયો શૂટિંગ અને પ્રોફેશનલ એડિટિંગ પાછળ પૈસા વાપરી રહ્યા છે

    1 week ago

    ​પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો દિવસ ખૂબ જ નજીક હોય પ્રચાર માટે ઉમેદવારોને ઘરે ઘરે પહોંચવું કઠીન હોય આ વખતે ઉમેદવારો હવે પ્રચારની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ સક્રિય થયા છે. પોસ્ટર,આકર્ષક રિલ્સ અને AI ના ગ્રાફિક્સ બનાવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી રહ્યા છે. સાથે વધુ ફોલોવર્સ ધરાવતા પેજને પૈસા ચૂકવી તેમના મારફતે પણ પ્રચાર કરાવતા જિલ્લામાં સોશિયલ મીડિયા પર પ્રચાર-પ્રસાર અત્યંત તેજ બન્યો છે.રાજકીય પક્ષોના ઉમેદવારો પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ કરતા તેના ભાવમાં પણ વધારો થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ફાઇનલ થયા બાદ રાજકીય પક્ષો સાથે ઉમેદવારોમાં વિસ્તારમાં રૂબરૂ પ્રચારની સાથે સોશિયલ મીડિયા ઉપર વધુ પ્રચાર કરવાનો કેઝ જોવા મળી રહ્યો છે.પાટણમાં હાલમાં 15થી વધુ એવા પ્રભાવશાળી લોકલ સોશિયલ મીડિયા પેજ ચાલે છે.જેમાં 10 હજાર થી 1 લાખ સુધીના ફોલોવર્સ છે.જે ચૂંટણી પ્રચાર માટે મહત્વનું માધ્યમ સાબિત થયા છે. પરિણામે આ પેજ સંચાલકો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.સામાન્ય રીતે 5 થી 10 હજાર ફોલોવર્સ ધરાવતા પેજ એક પોસ્ટ મૂકવા માટે 500 રૂપિયા ચાર્જ વસૂલ કરે છે, જ્યારે 10 હજારથી 1 લાખ સુધીના મોટા ફોલોવર્સ ધરાવતા પેજ એક પોસ્ટના 1000 થી 1500 રૂપિયા સુધીનો ભાવ લઈ રહ્યા છે. એડિટિંગ કરાવી રીલ્સ અપલોડ કરવાનો ભાવ વધ્યો આજના યુગમાં મતદારોને આકર્ષવા માટે "રીલ્સ" સૌથી લોકપ્રિય હથિયાર બન્યું છે, જેના માટે ઉમેદવારોએ ખાસ વીડિયો શૂટિંગ અને એડિટિંગ કરાવી રીલ્સ બનાવવા માટે 2000 થી 2500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. એટલું જ નહીં, સામાન્ય દિવસોમાં નેતાઓના તહેવારલક્ષી પોસ્ટર બનાવવા માટે જે માસિક ચાર્જ 1000 રૂપિયા હતો, તેમાં હવે 500 રૂપિયાનો સીધો વધારો થતાં હાલમાં પોસ્ટર બનાવવા માટે 1500 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Trump Says Iran War Is At A Brink Of "Being Over" Ahead Of Fresh Peace Talks
    Next Article
    ભયંકર આગ લાગી:કાણોદર કંપનીમાં ઓઈલની ટાંકીમાં સળીયો‎પડતાં આગ ભભૂકી, 10થી વધુ મજૂરો દાઝ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment