Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બે કલાકમાં અડધો કલાક તો ગટરનું દૂષિત પાણી આવે':રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ બન્યું પણ સુવિધાનો અભાવ, શહેરના હેરિટેજ વિસ્તારના રહીશોએ વ્યથા ઠાલવી

    6 days ago

    ભાજપનું ઉદભવ સ્થાન એટલે કે જનસંઘની સૌથી પ્રથમ શરૂઆત અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી થઈ હતી ખાડિયા વિસ્તાર ભાજપનો વર્ષોથી ગઢ ગણવામાં આવે છે. હિન્દુ અને લઘુમતી વસ્તી ધરાવતા ખાડિયા વિસ્તારમાં વર્ષોથી ભાજપને જ પ્રજા મત આપતી આવી છે. વર્ષોથી ચૂંટાઈને આવતા ભાજપના કોર્પોરેટરો છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાની કેટલી સમસ્યાઓ ઉકેલી શક્યા અને કેટલા કામો કર્યા તેને લઈને દિવ્ય ભાસ્કર દ્વારા ખાડિયા વોર્ડની પાંચ વર્ષની કામગીરી અંગે પ્રજાનો મત જાણ્યો હતો. વર્ષો બાદ પણ ખાડિયામાં પાણીની સમસ્યા યથાવત વર્ષોથી ચૂંટાઈને આવતા ભાજપના કોર્પોરેટરો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટી અને લોકો માટે ખૂબ જ મહત્વની એવી પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી. ખાડિયા વોર્ડમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે. દૂષિત પાણીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ગટરો ઉભરાવવાની સમસ્યા છે. રોડ રસ્તા યોગ્ય રીતે કરવામાં આવતા નથી તેમ જ કોટ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની રહેલી છે ટ્રાફિક માટે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી વર્ષોથી આ સમસ્યા નો નાગરિકો સામનો કરી રહ્યા છે. 'નળમાં બે કલાકમાં અડધો કલાક તો ગટરનું પાણી આવે' ખાડિયા વોર્ડમાં નાની મોટી પોળો આવેલી છે જેમાં સવારે બે કલાક પાણી આવતું હોય છે તેમાં પણ સૌ પ્રથમ 30 મિનિટ સુધી દૂષિત પાણી આવતું હોવાના કારણે પાણીનો વ્યય થતો હોય છે. જે બાદ પાણી પણ ઓછા પ્રેશરથી આવતું હોવાથી પૂરતા પ્રમાણમાં નાગરિકોને મળતું નથી. ભાજપના કોર્પોરેટર દ્વારા પાણીની સમસ્યાના ઉકેલ માટેના પ્રયાસોના દાવા બાદ પણ હજી કેટલીક જગ્યાએ સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ખાડિયા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર પંકજ પટેલ જણાવ્યું હતું કે, ખાડિયા વિસ્તારમાં આવેલી પોળોમાં પ્રદૂષિત પાણી અને ડ્રેનેજ લાઈનની સમસ્યાને લઈને 44 કરોડના ખર્ચે નવી લાઈનો નાખવામાં આવી રહી છે જેને કારણે આગામી દિવસોમાં પાણીની સમસ્યા દૂર થશે જ્યારે નવી રેફરલ હોસ્પિટલ બનાવવામાં આવી છે જ્યારે એક નવી પાણીની ટાંકી પણ ખાડિયા વોર્ડમાં બનાવવામાં આવી છે જેના કારણે પાણીની સમસ્યા દૂર થઈ જશે. ખાડિયા વોર્ડમાં બાપુ મહેતાની પોળમાં રહેતા મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે અમારા પોળમાં ગટરની ખૂબ મોટી સમસ્યા છે. પથ્થરો પણ ઉખડી ગયા છે જેના કારણે તેને ખૂબ જ તકલીફ પડી રહી છે. રાયપુર નાઇવાડા પાસે ખાડા પડી ગયા છે જેના કારણે થઈને લોકોને અવર-જવરમાં તકલીફ પડે છે. રોડ લેવલ કરવા આવતા નથી જેના કારણે લોકોને પગ મચકોડાઈ જાય એવી સ્થિતિ છે. ભાજપના કોર્પોરેટરો આવે છે કહીએ છીએ પણ ગણકારતા નથી. ચંદ્રિકાબેન જોષી એ કહ્યું હતું કે સવારે પાણી આવતું નથી. અમે ઘરડા થયા સવારે પાણી કેવી રીતે ભરીએ. ખાલી કોર્પોરેટરો રાઉન્ડ મારીને જતા રહે છે પરંતુ પાણી આવતું નથી જેથી અમારી માંગ છે કે પાણી આપવામાં આવે. ભાજપના કોર્પોરેટર આવે છે પણ પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી- યોગેશ ભટ્ટ ખાડિયા વોર્ડમાં રહેતા યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટર આવે છે પરંતુ પાણીની સમસ્યા દૂર કરી શક્યા નથી. પાણી ગટર અને રોડની સમસ્યા યથાવત છે. કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. પાણી માટે કોર્પોરેટરોએ ધ્યાન આપ્યું નથી. જનકભાઈએ જણાવ્યું હતું કેસ અમારા ગટરની કેચપીટ તૂટી ગઈ છે અને રોડ પર ખાડો પડ્યો છે તેની છેલ્લા છ મહિનાથી અરજીઓ કરવામાં આવી છે છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અમારા પોળનો ગેટ તૂટી ગયો છે જેને પણ હજી સુધી રીપેર કરવામાં આવ્યો નથી. ખાડિયા વોર્ડમાં આવતા સારંગપુર વિસ્તારમાં રહેતા રમેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, માધુબાગ ખૂબ મોટો હતો આંબેડકર સર્કલ સુધી માધુબાગ કહેવાતો હતો. પરંતુ તેને કાપી કાપી અને 25 ટકા જેટલો કરી નાખ્યો છે. માધુબાગ હાલમાં બંધ સ્થિતિમાં છે. માધુબાગને વ્યવસ્થિત કરવા માટે સરકારને ધ્યાન આપવાની જરૂર છે. માધુબાગ જે રીતે પહેલા ચાલુ હતો અને સારો હતો તેવો ફરીથી બનાવવા માટેની માંગ છે. સંદીપભાઈ નામના ખાડિયાના રહેવાસીએ કહ્યું હતું કે સ્ટ્રીટ લાઈટો બંધ હોવા અંગેની પણ ઘણી ફરિયાદો છે ક્યારેક પોળ અને જાહેર રોડ ઉપરની સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જાય છે જેના કારણે થઈને લોકોને તકલીફો પડે છે. મોબાઈલની લાઈટો ચાલુ કરી અને જવું પડે એવી સ્થિતિ છે. ભાજપ વાળા વિકાસની વાતો કરે છે પરંતુ વિકાસ થતો હોય એવું લાગતું નથી. ખાડિયા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈને સાંકડી શેરી પાસે રહેતા હેમંતભાઈ સથવારાએ જણાવ્યું હતું કે, માણેકચોકથી લઈને સાંકડી શેરી અને લાખા પટેલની પોળ પાસે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા સર્જાતી હોય છે. લોકો રોડ ઉપર વાહનો પાર્ક કરીને જતા હોય છે. જેના કારણે થઈને ખૂબ જ તકલીફ પડે છે. ગાડીઓ ખસેડવી પડે છે પછી નીકળે એવી સ્થિતિ જોવા મળે છે. ખાડિયામાં કોમર્શિયલ અને રહેણાંક ખૂબ વધારે છે જેના કારણે થઈ અને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. પે એન્ડ પાર્ક હોવા છતાં પણ લોકો તેમાં વાહનપાર્ક કરતા નથી. લોકો રોડ ઉપર વાહન પાર્ક કરીને જતા રહે છે. ટ્રાફિક મુદ્દે પોલીસ તંત્ર ભાજપના કોર્પોરેટરો અને કોર્પોરેશનમાં રજૂઆત કરી છે પરંતુ એક બે દિવસ આવે છે પછી હતી એવી ને એવી સ્થિતિ થઈ જાય છે. ભાજપ દ્વારા વિકાસમાં ફિફ્ટી-ફિફ્ટી જેવું છે- શૈલેષભાઈ સારંગપુર વિસ્તારમાં રહેતા શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, સારંગપુર દરવાજા પાસે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા રહે છે ત્યાં આજુબાજુમાં ટેમ્પા વાળાઓ અને લારીઓવાળાઓનું દબાણ હોય છે જેના કારણે થઈ અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. કેટલાક લોકો રોડ ઉપર વાહનો પાર્ક કરીને જતા રહે છે જેના કારણે અવરજવરમાં તકલીફ પડતી હોય છે. સારંગપુર દરવાજા બહાર સ્કૂટર ટોઈંગ કરવામાં વધારે પડતો રસ છે. ભાજપ દ્વારા વિકાસમાં 50-50 જેવું છે કામ થયું નથી એવું પણ નથી. ભાજપના કોર્પોરેટરો મહેનત કરતા હોય છે પરંતુ જોઈએ એવું કામ થતું નથી. 'રેફરલ હોસ્પિટલનું બિલ્ડિંગ તો નવું બનાવ્યું પણ સુવિધા નથી મળતી' અમરીશભાઈ શાહ નામના રહેવાસીએ જણાવ્યું હતું કે કાપડીવાડમાં વર્ષો પહેલાં મીની હોસ્પિટલ ગણાતી એવી રેફરલ હોસ્પિટલ હતી જે અત્યારે નવું બિલ્ડીંગ બનાવી અને ફરીથી શરૂઆત કરવામાં આવી છે. પરંતુ તેમાં હજી પણ ઇસીજી, એક્સરે, સોનોગ્રાફી જેવી સુવિધાઓ મળતી નથી તેના ડોક્ટરો આવતા નથી. લોકોને સારવાર લેવી હોય તો ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અથવા તો દૂર જવું પડે છે. સુવિધાઓ ચાલુ કરવા માટે ગાંધીનગર સુધી રજૂઆત થઈ છે પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય અગ્ર સચિવને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે અમને કહ્યું હતું કે બધું ચાલુ રહેશે પરંતુ ચાલુ નથી અને લોકોને તકલીફ પડી રહી છે. આખા વિસ્તારમાં મોટાભાગની મહિલાઓની દૂષિત પાણીની ફરિયાદ ખાડિયા વિસ્તારમાં રહેતા રંજનબેન જણાવ્યું હતું કે, પાણીની ખૂબ મોટી સમસ્યા છે છેલ્લા છ મહિનાથી ખરાબ પાણી આવી રહ્યું છે. અમે ઉંમરલાયક માણસ છીએ અમારું કોઈ કરવા વાળું હોતું નથી છોકરાઓ બહાર રહે છે. દૂષિત પાણી આવે છે ત્યારે અમને ચોખ્ખું પીવાનું પાણી જોઈએ. પીવાનું પાણી બહારથી મંગાવીએ છીએ. બહારથી પૈસા ખર્ચીને પાણી મંગાવું પડે છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે શું કામનું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમે વોટ શેના માટે દઈએ છીએ. અમે ઉંમરલાયક છે ત્યારે કોર્પોરેશન એ ધ્યાન આપવું જોઈએ. કોર્પોરેટરો જોવા આવે છે પરંતુ ધ્યાન આપતા નથી. ચૈતાલીબેન સથવારાએ જણાવ્યું હતું કે, ખૂબ જ ઓછા પ્રેશરથી પાણી આવે છે. સૌથી પહેલા તો દૂષિત અને કાળુ જ પાણી આવે છે જેના કારણે થઈને પહેલા અડધો કલાક તો પાણી ભરી શકતા નથી. પ્રેશર ખૂબ જ ધીમો હોય તેના કારણે થઈ અને અમે પાણી ભરી શકતા નથી. ભાજપના કોર્પોરેટર પંકજભાઈ રાઉન્ડ લેવા આવે છે ક્યારે પૂછે છે કોઈ તકલીફ હોય તો કહો અમે તકલીફ કહીએ છીએ તો કે અમે તમારી સમસ્યા ઉકેલી આપીશું પણ છેલ્લા છ મહિનાથી ખરાબ પાણી આવી રહ્યું છે. ખાડિયામાં રહેતા વર્ષાબેને જણાવ્યું હતું કે કોર્પોરેશનમાંથી સફાઈ કરવા માટે આવતા હોય છે દરરોજ સવારે સફાઈ કરીને કર્મચારીઓ જતા હોય છે. અને રોડ ઉપર બહુ ગંદકી હોતી નથી. કોર્પોરેશન સારું કામ કરીને જાય છે. સવારે અને સાંજે આવતા હોય છે. સવારે સફાઈ કરીને જતા હોય છે પરંતુ કેટલાક દુકાનદારો પછી બહાર કચરો નાખતા હોય છે. અમદાવાદનો ખાડિયા વોર્ડ જ્યાં વર્ષોથી ભાજપના કોર્પોરેટરો ચૂંટાઈને આવે છે. ખાડિયા વોર્ડ કોટ વિસ્તાર ગણવામાં આવે છે જ્યાં પોળના મકાનો આવેલા છે. પોળના મકાનો જર્જરિત અને જૂના થઈ ગયા હોવાના કારણે થઈને લોકો મકાનો ખાલી કરીને જતા રહ્યા છે અને હવે મકાનોને કોમર્શિયલ બનાવી દેવામાં આવ્યા છે. સૌથી વધારે ટ્રાફિક, પાણીની સમસ્યાને લઈને લોકો હવે ખાડિયા છોડી અને બીજા વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે. ત્યારે મોટાભાગે મકાનો કોમર્શિયલ થઈ ગયા છે અને આ વિસ્તારમાં કોમર્શિયલ થયા હોવાના કારણે થઈને ક્યારેક આગ લાગવા જેવા મોટા બનાવો પણ બનતા હોય છે. ખાડિયામાં મુસ્લિમ મતદારો પણ મોટી સંખ્યામાં છે ત્યારે ખાડિયા વોર્ડમાં ભાજપનું રાજ છે પરંતુ કોટવિસ્તારની સૌથી મોટી પાણીની સમસ્યાને હજી સુધી દૂર કરી શકયા નથી.
    Click here to Read More
    Previous Article
    માયાભાઈની દીકરી પાસે ઓડી કાર અને 44 તોલા સોનું:રવિન્દ્ર જાડેજાના બેન પાસે 11 કરોડનો પ્લોટ તો ઇન્સ્ટા સ્ટાર અંકિતા પાસે ફોર્ચ્યુનર, જાણો હાઇપ્રોફાઇલ ઉમેદવારની પ્રોપર્ટી
    Next Article
    ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:જિલ્લામાં ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ હવે જંગ ખરાખરીનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment