Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરુણાંતિકા સર્જાઈ:આણંદ જતા વૃદ્ધને એક્સપ્રેસ-વે પર ગભરામણ થઇ, છાંયડે બેસવા રેલિંગ કૂદ્યાં, ખાડામાં પડ્યા બાદ મોત

    1 week ago

    સમા રહેતા વૃદ્ધ દોહિત્રના કેવાયસી માટે સોમવારે બપોરે બાઇક લઇને આણંદ જઈ રહ્યા હતા. તે ભૂલથી એક્સપ્રેસ-વે પર ચઢી ગયા બાદ ટોલ નાકા સુધી પહોંચતા તેઓને ગભરામણ થઇ હતી. તેમણે ઝાડ નીચે બેસવા બાઈક પાર્ક કરીને હાઈવેની રેલિંગ કુદવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તે 15થી 20 ફૂટ ઉંડા ખાડામાં પડી ગયા હતા. સાંજના સમયે હાઈવે પોલીસને તેમનું બાઈક મળી આવ્યું હતું અને બાદમાં વૃદ્ધ ખાડામાંથી મળી આવ્યા હતા. જેથી પરિવારને જાણ કરવામાં આવી હતી. વૃદ્ધને મૃત જાહેર કરાતાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો હતો. હૃદય રોગના હુમલાને કારણે વૃદ્ધનું મોત થયું હોવાનું તપાસમાં આવ્યું છે. પંચામૃત રેસિડેન્સીમાં રહેતા હિતેન્દ્ર શાહ સયાજી હૉસ્પિટલમાંથી સ્ટોર કિપર તરીકે નિવૃત થયા હતા. દીકરી આણંદ ખાતે રહે છે. તેમના દોહિત્રના ગાર્ડિયનમાં તેઓનું નામ હોવાથી તેઓ દોહિત્રનું કેવાયસી કરાવવા માટે સોમાવારે આણંદ બાઈક લઈને જઈ રહ્યા હતા. બપોર સુધી તેઓ આણંદ ન પહોંચતા તેમની દીકરીએ અવારનવાર ફોન કર્યા હોવા છતા તેઓએ ફોન ઉપાડ્યા નહોતા. સાંજે 5 વાગ્યાની આસપાસ તેમની દીકરીને હાઈવે પોલીસ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો કે, વૃદ્ધ ખાડામાં પડી ગયા છે અને તેઓનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. જેથી તેમનો પરીવાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. મંજુસર પોલીસે તપાસ શરુ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Former President Pratibha Patil, Meira Kumar, Mayawati back Bill
    Next Article
    BCA વિવાદ:બીસીએ કેસમાં હાઈકોર્ટની સુનાવણી 22 એપ્રિલે, વર્તમાન કમિટી જ કાર્યકારી રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment