Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સુહાનીના કારણે આત્મહત્યા કરું છું':પત્નીના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન નીચે પડતું મૂક્યું, સુસાઈડ નોટમાં થયો મોટો ખુલાસો

    10 hours ago

    સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ રેલવે ટ્રેક પરથી મળી આવેલી યુવાનની લાશના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક યુવાનના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં પત્નીના ત્રાસનો ઉલ્લેખ મળતા પોલીસે હવે પત્ની વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પત્ની સાથેના સતત ઝઘડાથી કંટાળીને યુવાને મોત વહાલું કર્યું હોવાનું બહાર આવ્યું છે. લગ્નના 15 દિવસમાં જ સુરત આવ્યા, પત્ની ઝઘડા કરતી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના પ્રતાપગઢના રહેવાસી મોતીલાલ ગૌતમે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર નિખિલે તેના જ ગામની સુહાની નામની યુવતી સાથે ગત 7 મે, 2024ના રોજ મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના 15 દિવસ બાદ આ નવદંપતી રોજગારી માટે સુરત આવ્યું હતું અને લિંબાયતના શાંતિનગરમાં રહેવા લાગ્યું હતું. નિખિલ અહીં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જોકે, સુખદ દાંપત્ય જીવનની આશા રાખનારા નિખિલના જીવનમાં થોડા જ સમયમાં કલેશ શરૂ થઈ ગયો હતો. પિતાએ પુત્રનો ફોટો જોઈ ઓળખ કરી નિખિલ ગુમ થયો હોવાની જાણ થતા તેના પિતા 10 ફેબ્રુઆરીએ સુરત દોડી આવ્યા હતા. લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 3 ફેબ્રુઆરીએ કતારગામ રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવકનું ટ્રેન નીચે કપાઈ જવાથી મોત થયું હતું. પોલીસે જ્યારે મૃતકનો ફોટો બતાવ્યો ત્યારે મોતીલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, તે તેમનો વહાલસોયો પુત્ર નિખિલ જ હતો. પોલીસે નિખિલના ખિસ્સામાંથી અંગ્રેજીમાં લખેલી એક સુસાઈડ નોટ જપ્ત કરી હતી. સુસાઈડ નોટમાં શું લખ્યું હતું? નિખિલે જીવન ટૂંકાવતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં પત્ની સુહાનીના ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું કે પત્ની વારંવાર ઝઘડા કરે છે અને તેને માનસિક ટોર્ચર કરે છે, જેના કારણે તે આ અંતિમ પગલું ભરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નિખિલના માતા-પિતા જ્યારે ઓગસ્ટ 2025માં સુરત રહેવા આવ્યા હતા, ત્યારે પણ પુત્રવધૂના અસહ્ય ત્રાસને કારણે તેઓ પરત વતન ચાલ્યા ગયા હતા. પત્નીએ અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતો ઘટનાની વધુ વિગતો મુજબ, સુહાનીએ નિખિલ પર પ્રીતિ નામની યુવતી સાથે અફેર હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. નિખિલ ગુમ થયો ત્યારે સુહાનીએ તેના સસરાનો નંબર પણ બ્લોક કરી દીધો હતો અને કોઈ યોગ્ય જવાબ આપતી નહોતી. હાલ કતારગામ પોલીસે મોતીલાલ ગૌતમની ફરિયાદના આધારે આરોપી પત્ની સુહાની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ચૂંટણી પહેલા કેસરીયો જેવો માહોલ:કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તાર માણસામાં ભાજપની રણનીતિ સફળ, ભાજપે 13 બેઠકો બિનહરિફ અંકે કરી દબદબો
    Next Article
    Jobs Or Schemes? What Sways Voters In Bengal's Coal Belt Durgapur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment