Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેટરર્સના આપઘાત મામલે બે શખસોની ધરપકડ:વ્યાજના પૈસાની ઉઘરાણી-ધાક ધમકીથી ત્રસ્ત થઈ યુવકે જીવ ટૂંકાવ્યો હતો, હજુ પણ બે આરોપી ફરાર

    2 days ago

    ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારના ગોડાઉનમાં કેટરીંગનો વ્યવસાય કરતા યુવકે શખસોની વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીથી ત્રસ્ત થઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે બે દિવસ પૂર્વે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે બે શખસોની ધરપકડ કરી લીધી હતી, જ્યારે હજુ બે શખસ ફરાર હોવાનું જાણવા મળ્યુ હતું. ઘરના સભ્યોને બહાર કાઢી કબજો લઈ લેવા ધમકી આપી આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના દેરી રોડ પર આવેલા સાંઈ જ્યોત ફ્લેટમાં રહેતા કૃણાલભાઈ ઉમેશભાઈ માંડલીયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં પીન્ટુ ચસ્કા મસ્કાવાળા, રવિ ચંદુભાઈ ખોખર, ગોપાલ અને લાલા સાટીયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના ભાઈ મેહુલભાઈએ શખસો પાસેથી ધંધામાં જરુરીયાત ઉભી થતા વ્યાજે રૂપિયા લીધા હતા જેને લઈ તેની પાસે વ્યાજ તેમજ મુદલ માટે ફોન કરી ધાક ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતા હતા. લાલા સાટીયાએ તેના ભાઈનું એક્ટીવા સ્કુટર બળજબરીથી પડાવી લીધુ હતું તેમજ રવિ ખોખરે તેના ભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરી પૈસા નહી આપે તો ઘરના સભ્યોને બહાર કાઢી ઘરને તાળુ મારી કબજો લઈ લેવા ધમકી આપી હતી. હજુ બે શખસ ફરાર ઉક્ત શખસોની પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીથી ત્રસ્ત થઈ તેના ભાઈ મેહુલભાઈને મરવા મજબુર બની ગત તા.6 એપ્રિલના રોજ સુભાષનગરમાં આવેલા તેના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઉક્ત ફરીયાદ સંદર્ભે પોલીસે તમામ સામે BNS એક્ટ 108, 308(4), 308(5), 352, 351(2), 54, મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી જસવંતસિંહ ઉર્ફે પિન્ટુ રઘુભા ગોહિલ રહે. કાળીયાબીડ અને ગોપાલ કિશોરભાઈ સકોરીયા રહે. આરટીઓ સર્કલ ની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હજુ બે શખસ ફરાર હોવાનું જાણવા મળ્યુ હતું.
    Click here to Read More
    Previous Article
    લાઇફ લાઇન મળ્યા બાદ કોહલીનો 'ચેઝ માસ્ટર મોડ ઓન':ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો, પ્રિન્સે સોલ્ટને બોલ્ડ કરી RCBની પહેલી વિકેટ પાડી; લખનઉએ 147 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    ગાંધીનગરમાં ચૂંટણી પહેલા કેસરીયો જેવો માહોલ:કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તાર માણસામાં ભાજપની રણનીતિ સફળ, ભાજપે 13 બેઠકો બિનહરિફ અંકે કરી દબદબો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment