Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિત્રા-સીદસર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા કોંગ્રેસ ઉમેદવારનું અપહરણ!?:કોંગ્રેસ પક્ષના વડવા-અ વોર્ડના ઉમેદવારનું અપહરણ થયાના આક્ષેપ સાથે ઉમેદવારના ભાઈની ફરિયાદ

    1 week ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં પણ ચૂંટણીને લઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે શહેરના ચિત્રા-સીદસર રોડ પર આવેલ બાપાસિતરામ ચોક પ્લોટ નંબર 55માં રહેતા યુવકે વડવા-અ વોર્ડમાંથી કોગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યાર બાદ ગતરોજ થી લાપત્તા બનતા યુવકના ભાઈએ શહેર કોગ્રેસ પ્રમુખ લાલભા સહિત બે લોકોએ તેના ભાઈ પાસેથી બળજબરી પુર્વક ઓરીજનલ દસ્તાવેજ મેળવી દબાણ કરી ગત તા.14 ના રોજ તેના ભાઈનું અપહરણ કરી ગુપ્ત જગ્યાએ ગોંધી રાખ્યા હોવાના આક્ષેપ સાથે બોરતળાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ફરીયાદના પગલે મોટી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો એસપી કચેરી દોડી ગયા હતા. પ્રમુખ લાલભાએ ફરિયાદ નોંધાવી આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ચિત્રા સીદસર રોડ પર આવેલી બાપા સિતારામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ રમેશભાઈ કાંમ્બડે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર વડવા-અ વોર્ડમાંથી કોગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ગત તા.14 એપ્રિલના રોજ ભરતભાઈ કામ્બડ પોતાના ઘરેથી પરત ન ફરતા કોગ્રેસ પક્ષના પ્રમુખ લાલભા સહિત બેએ ભરતભાઈનું અપહરણ કર્યાના આક્ષેપ સાથે ફરીયાદ નોંધાવતા ભાવનગર શહેરમાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાવનગર શહેરના પાનવાડી ચોક ખારી કૂઈમાં રહેતા કોગ્રેસના વડવા-અ વોર્ડના ઉમેદવાર ભરતભાઈના ભાઈ શૈલેષભાઈ રમેશભાઈ કામ્બડે બોરતળાવ પોલીસ મથકમાં કોગ્રેસ પ્રમુખ લાલભા અને હરદેવસિંહ નામના શખસ સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, તેઓના ભાઈ ભરતભાઈને કોગ્રેસ પક્ષ તરફથી વડવા-અ સીટ પરથી ઉમેદવાર તરીકે ટીકીટ મળી હતી. પરંતુ તેઓને ચૂંટણીમાં ઉભા રહેવું ન હોય તેમ છતા ચૂંટણીમાં ઉભા રખાવી તેની પાસેથી ઓરીજિનલ દસ્તાવેજ લઈ લીધા હતા. ભરતભાઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભો રહી ચૂંટણી લડવાનો હોય જે માટે ગત તા.14 એપ્રિલના ના રોજ સવારે 8.30 કલાકના સમય દરમિયાન તેનુ અપહરણ કરી કોઈ ગુપ્ત જગ્યાએ લઈ જઈ ગોંધી રાખ્યા છે. દબાણપુર્વક વીડિયો ઉતારી અને જરુરી દસ્તાવેજોમાં સહીઓ કરાવી લીધાની આશંકા વ્યક્ત કરી જ્યારે તેના ભાઈને ગાયબ કરી દબાણપુર્વક વીડિયો ઉતારી લઈ તેમજ જરુરી દસ્તાવેજોમાં સહીઓ કરાવી લીધાની આશંકા જતાવી હતી. જે ફરીયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે ​શહેર કોગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને હરદેવસિંહ સામે BNS એક્ટ 140(3), 142, 54, મુજબ ગુનો દાખલ કરી ભાવનગર શહેર કોગ્રેસ પ્રમુખ લાલભાની બોરતળાવ પોલીસે અટકાયત કરી તેને માઢીયા પોલીસ મથક લઈ જવાયા હોવાનું જાણવા મળ્યુ હતું. કોગ્રેસ પક્ષના આગેવાનો-કાર્યકરો રોષે ભરાયા હતા ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારના અપહરણ બાબતે ભાવનગર શહેર કોગ્રેસ પ્રમુખ લાલભાની અટકાયત થતા કોગ્રેસ પક્ષના આગેવાનો-કાર્યકરો રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં જિલ્લા પોલીસવડાની કચેરીએ દોડી ગયા હતા અને કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર રજુઆત કરી હતી. જ્યારે લાલભાની અટકાયતના પગલે શ્રી કરણી સેનાના કાર્યકરો પણ એસપી કચેરી દોડી આવ્યા હતા. બનાવના પગલે રાજકિય પાર્ટીઓમાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. ભરતભાઈ કામ્બડે વાઇરલ વીડિયોમાં શું કહ્યું? અત્રે ઉલેખિનય છે કે જેઓ વડવા અ વોર્ડના ઉમેદવાર ભરતભાઈ કામ્બડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, ​"હું ભરતભાઈ રમેશભાઈ કાંબડ, કોંગ્રેસનો ઉમેદવાર. હું મારી મેળે જ રાજીખુશીથી બહાર આવ્યો છું અને મને કોઈનું દબાણ છે નહીં. હું મારી જાતે જ આવ્યો છું અને મારી હારે કોઈ નથી, આજુબાજુમાં જુઓ. હું મારી મરજીથી આવેલો છું. આ અંગે તખ્તેશ્વર વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર પરુંલબેન ત્રિવેદી એ જણાવ્યું હતું કે, પોલીસ ખાતું ભારતીય જનતા પાર્ટીના ઈશારે નાચવાવાળું તંત્ર છે. ખોટા આક્ષેપ અપહરણના કર્યા છે. ખોટા અપહરણ કરીને ઈ બહાને એને લઈ ગયા છે. આખા ભાવનગરમાં શાંતિ ડોલવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે, એવું માનું છું. આખી રાત ખરીદ-વેચાણ સંઘ હોય ને એવી રીતે આટલા રૂપિયા આપશું, આટલા લાખો રૂપિયા આપશું. આખી રાત તોડવાના પ્રયત્ન કર્યા છે. મજબૂત લોકો છે, કોઈ તૂટ્યા નથી. જે ખરેખર કોંગ્રેસને માને છે, કોંગ્રેસને વરેલા છે, એ આમાં આવ્યા નથી કોઈ. એના ઓલમાં હાર ભાળી ગઈ છે. એ કરતા તો ભારતીય જનતા પાર્ટીને એટલું કહીશ કે ઇલેક્શનને બદલે સિલેક્શન આપી દયો એટલે તમારે આ ખરીદ-વેચાણ સંઘ કરવું નહીં, અપહરણ ગુના કરવા નહીં. ખોટી રીતે હેરાન કરવાની વાત છે. અમારા પ્રમુખ લાલભાની ધરપકડ કરવામાં આવી છે, એટલે અત્યારે તો અમે માત્ર આટલા લોકો છીએ. હમણાં ધાડેધાડા ઉતારતા જરા પણ વાર નહીં લાગે અમને. અમારી માંગણી છે કે અમારા લાલભા પ્રમુખ ને હાજર કરો. હાજર નહીં કરે ને કંઈ પણ થશે તો જવાબદારી માત્રને માત્ર પોલીસ ખાતાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: યુદ્ધમાં સૌથી મોટી ઊથલપાથલ:હવે યૂરોપ હોર્મુઝમાં ઘેરો નાખશે, અમેરિકા સાથેની 80 વર્ષ જૂની દોસ્તી પર લાલ લીટો, સિક્રેટ પ્લાન-B સાથે ટ્રમ્પને ઠેંગો
    Next Article
    MLAના કાર્યાલયમાં વિરેન્દ્રસિંહ અને નેહલ શુકલ વચ્ચે ઉગ્ર બોલાચાલી:ફોર્મ ભરવા સમયથી ચર્ચામાં રહેલા ઉમેદવારને તત્કાલ સંકલનમાં પહોંચવા આદેશ આપતા 'મને આવી સ્ટાઇલમાં સૂચના ન આપવા' વળતો જવાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment