Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા નહીં તો વોટ નહીં:રાજકોટના નાગેશ્વરમાં ડામર વિહોણા રસ્તાઓને લઈને સ્થાનિકોમાં પ્રચંડ રોષ, ચૂંટણીમાં 'નોટા'નો હુંકાર કરાયો

    1 week ago

    રાજકોટના જામનગર રોડ પરનાં નાગેશ્વર વિસ્તારના રહેવાસીઓએ વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત રહેતા ગઈકાલે સાંજે તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારને રાજકોટ મહાપાલિકામાં ભળ્યે 6 વર્ષ જેટલો સમય વીતવા છતાં રસ્તા, સફાઈ અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવારને મત આપવાને બદલે 'નોટા' (NOTA) નું બટન દબાવવાનું એલાન કર્યું છે. રહેવાસીઓનો મુખ્ય આક્ષેપ છે કે નાગેશ્વર અને શાંતિનગર માટે ડામર રોડની ગ્રાન્ટ સાથે મંજૂર થઈ હોવા છતાં માત્ર શાંતિનગરમાં જ રોડ બનાવવામાં આવ્યો છે. કોર્પોરેટરો આચારસંહિતાનું બહાનું કાઢી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં કામ લાંબા સમયથી અટકેલું છે. આ ઉપરાંત વિસ્તારમાં મેઈન રોડ પરના દબાણો, અપૂરતું પાણી, અનિયમિત સફાઈ અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની નબળી કામગીરીથી લોકો ત્રસ્ત છે. નાગેશ્વરના લોકોએ સુરક્ષા માટે પોલીસ ચોકી, શાકભાજી વિક્રેતાઓ માટે હોકર્સ ઝોન, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને બાળકો માટે ગાર્ડન જેવી પાયાની માંગણીઓ પણ દોહરાવી છે. ધારાસભ્ય અને કોર્પોરેટરોની ઉદાસીનતા સામે નારાજગી દર્શાવતા લોકોએ ચીમકી આપી છે કે જો સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. એરપોર્ટ ફાટક નજીક મારૂતિનગર પાસે એક્ટિવા બળીને ખાખ, સદનસીબે જાનહાની ટળી રાજકોટનાં એરપોર્ટ ફાટક નજીક મારૂતિનગર પાસે એક એક્ટિવા બળીને ખાખ થયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી છે. આજે બપોરના અરસામાં શહેરના વોર્ડ નં.2 એરપોર્ટ રોડ, મારુતિ નગર શેરી નં.4, RMCના ગાર્ડન પાસે પડેલ એક એક્ટિવમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાની સાથે કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી મીની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ફાયરની ટીમ દ્વારા ગાડી પર પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી તેમજ નુકશાનીનો આંક જાણવા મળ્યો નથી. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ, મતગણતરી કેન્દ્રો પર 14 ટેબલની વ્યવસ્થા રાજકોટ મહાપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ ગોંડલ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 26 રવિવારના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. ચૂંટણી પંચની સૂચના મુજબ, મતગણતરી કેન્દ્રના હોલમાં વધુમાં વધુ 14 ટેબલ રાખવામાં આવશે, જ્યાં દરેક ટેબલ પર 3 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે. કોર્પોરેશનના 18 વોર્ડ માટે 6 ગણતરી કેન્દ્રો નિયત કરાયા છે. જેમાં વોર્ડ 1થી 3 માટે પાંધી કોલેજ, 4થી 6 માટે ચૌધરી હાઈસ્કૂલ, 7થી 9 માટે વિરાણી હાઈસ્કૂલ, 10થી 12 માટે એવીપીટી કોલેજ, 13થી 15 માટે જસાણી હાઈસ્કૂલ અને 16થી 18 માટે રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન બાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. 28 મંગળવારના રોજ સવારથી મતગણતરી હાથ ધરાશે. મતદાન દરમિયાન બુથ પર વીડિયોગ્રાફી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. જેમાં રાજકોટ તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 6 બેઠકોની ગણતરી ભાવનગર રોડ પરની સરકારી પોલીટેકનીક ખાતે થશે, જ્યારે પડધરી, લોધીકા અને કોટડાસાંગાણીની ગણતરી સરકારી કોલેજ પડધરી ખાતે યોજાશે. તમામ કેન્દ્રોને જાળી અને બેરીગેટથી સજ્જ કરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ રોકવા ભારત મધ્યસ્થી કરે તેવી રાજકોટ ચેમ્બરની વડાપ્રધાનને રજૂઆત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરીને પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા ભારતને મધ્યસ્થી બનવા અપીલ કરી છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી આ તનાવપૂર્ણ સ્થિતિ વેપાર-ઉદ્યોગ અને માનવ જીવન માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. જો આ યુદ્ધ તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો ગેસ અને ક્રૂડ ઓઈલના સપ્લાયમાં મોટી અડચણો ઉભી થશે, જેના કારણે ભાવ આસમાને પહોંચશે અને મોંઘવારી બેકાબુ બનવાની ભીતિ છે.રાજકોટ ચેમ્બરે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં શાંતિપ્રિય દેશની છાપ ધરાવે છે અને તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારત આ મામલે મધ્યસ્થી કરીને વિશ્વ અને ખાડી દેશોને થનારા પારાવાર નુકસાનથી બચાવી શકે તેમ છે. વર્લ્ડવોર જેવી પરિસ્થિતિને ટાળવા અને આર્થિક પાયમાલી રોકવા માટે ભારત સરકારે તાત્કાલિક અસરથી હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'જૂની બંધ પડેલી પોલિસીના વ્યાજ સાથે પૈસા અપાવીશું':સુરતમાં વીમા અધિકારીની ઓળખ આપી 11 લાખ પડાવનાર ગોવાથી પકડાયા, કુરિયર અને રેપિડોની આડમાં આખું નેટવર્ક ચાલતું
    Next Article
    ‘Be the star of your own show’: Inside Shalini Passi’s 20,000 sq ft Delhi mansion; expert on how a museum-like home might actually boost your creativity

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment