Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જૂની બંધ પડેલી પોલિસીના વ્યાજ સાથે પૈસા અપાવીશું':સુરતમાં વીમા અધિકારીની ઓળખ આપી 11 લાખ પડાવનાર ગોવાથી પકડાયા, કુરિયર અને રેપિડોની આડમાં આખું નેટવર્ક ચાલતું

    1 week ago

    સુરતમાં વીમા પોલિસીના પૈસા વ્યાજ સાથે પરત અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતી આંતરરાજ્ય ગેંગનો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. વીમા કંપનીના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી નિર્દોષ નાગરિકોને વિશ્વાસમાં લઈ, ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે કુલ ₹11,03,495 પડાવી લેતી આ ટોળકીના ત્રણ સભ્યોને પોલીસે ગોવા ખાતેથી દબોચી લીધા છે. બિહાર અને દિલ્હીના વતની એવા આ શખ્સો કુરિયર અને રેપિડો ડ્રાઇવરના વ્યવસાયની આડમાં આખું નેટવર્ક ચલાવતા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક વ્યવહારોની ઊંડી તપાસ બાદ પોલીસે ગોવા અને મહારાષ્ટ્ર સુધી તપાસના તાર લંબાવી આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. વિશ્વાસ જીતીને છેતરપિંડીની માસ્ટર ગેમ આ ગેંગ સૌપ્રથમ વીમા પોલિસીધારકોનો ડેટા મેળવી એવા લોકોને ટાર્ગેટ કરતી હતી જેમની પોલિસીઓ જૂની કે બંધ પડેલી હોય. આરોપીઓ ફરિયાદીને ફોન કરી જણાવતા કે, "તમારી જૂની 8 પોલિસીઓમાંથી 5 પોલિસીના પૈસા હજુ લેવાના બાકી છે." ફરિયાદીનો વિશ્વાસ જીતવા તેઓ પોલિસી એજન્ટોના નામનો પણ ઉપયોગ કરતા હતા. એકવાર ફરિયાદી લાલચમાં આવી જાય એટલે ટેક્સ, પ્રોસેસિંગ ફી અને અન્ય સરકારી ચાર્જિસના બહાને વર્ષ 2021થી 2023 દરમિયાન ટુકડે-ટુકડે લાખો રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ અને તેમની ભૂમિકા જ્યારે ફરિયાદીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો ત્યારે તેણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ગોવાથી ત્રણ શખસોની ધરપકડ કરી છે: ગોવા અને મહારાષ્ટ્ર સુધી તપાસના તાર લંબાવ્યા સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ જટિલ ડિજિટલ નેટવર્કને ટ્રેક કરી ગોવા અને મહારાષ્ટ્ર સુધી તપાસના તાર લંબાવ્યા હતા. હાલમાં આ ત્રણ આરોપીઓને સુરત લાવવામાં આવ્યા છે અને આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય નાસતા ફરતા મુખ્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    AI અને ડીપફેકને લઈ હાઇકોર્ટની મેટા, X, ગૂગલને નોટિસ:સૂચના આપવા છતાં URL ઉપલબ્ધ નથી કહી કન્ટેન્ટ હટાવતા નથી, અમદાવાદીની અરજી પર સુનાવણી
    Next Article
    સુવિધા નહીં તો વોટ નહીં:રાજકોટના નાગેશ્વરમાં ડામર વિહોણા રસ્તાઓને લઈને સ્થાનિકોમાં પ્રચંડ રોષ, ચૂંટણીમાં 'નોટા'નો હુંકાર કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment