Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધના કારણે બાંધકામ ક્ષેત્ર પર અસર:સાબરકાંઠા કોન્ટ્રાક્ટરોની સરકાર પાસે ભાવ વધારાની માંગણી

    1 week ago

    સાબરકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના પ્રભાવને કારણે બાંધકામ ક્ષેત્રમાં જરૂરી સામગ્રીના ભાવોમાં ભારે વધારો નોંધાયો છે. સિમેન્ટ, લોખંડ, રેતી, ડીઝલ, ડામર સહિતની બાંધકામ સામગ્રીના ભાવમાં થયેલા અસહ્ય વધારાથી બાંધકામ કાર્યો પર ગંભીર અસર પડી રહી છે. આ અંગે હિંમતનગરમાં કલેક્ટર, આર એન્ડ બી પંચાયત અને સ્ટેટના અધિકારીઓને આવેદનપત્ર આપી ભાવ વધારો આપવાની માંગ કરવામાં આવી છે. આ વધતા ખર્ચના કારણે કોન્ટ્રાક્ટરોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક બાંધકામ પ્રોજેક્ટો અટકી ગયા છે અથવા ધીમી ગતિએ ચાલી રહ્યા છે, જેના પરિણામે રોજગારી પર પણ નકારાત્મક અસર પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરોએ સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે. જેમાં સ્ટીલ, સિમેન્ટ અને ડામરના સ્ટાર રેટ જાહેર કરવા, ડીઝલ અને એલપીજીના વધેલા ભાવોને તાત્કાલિક સ્વીકારવા, તેમજ રોયલ્ટી દરમાં વધારાને ધ્યાનમાં રાખીને ડિફરન્સ ચૂકવવા જેવી માંગણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોન્ટ્રાક્ટરોએ રજૂઆત કરી છે કે સરકાર ટેન્ડરમાં વધેલા ભાવોને મંજૂરી આપે, 01/04/2025ના નવા GR મુજબ રોયલ્ટી વધારાનો અમલ કરવામાં આવે, અને ડામર કામમાં ભાવવધારો ગણતરીમાં લેવાય. કોન્ટ્રાક્ટરોએ વધુમાં જણાવ્યું છે કે SORના ભાવમાં LDOની રકમનો સમાવેશ કરવામાં આવે, જંગલ ક્લિયરન્સના ગેરંટી પિરિયડમાં છૂટ આપવામાં આવે અને સરકારી બિલોમાં ટેસ્ટિંગ ચાર્જ કપાત ન કરવામાં આવે. કોન્ટ્રાક્ટરોએ સરકારને આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવી બાંધકામ ક્ષેત્રને રાહત આપવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    કેશોદમાં યુવા ભાજપના મંત્રી મયુર વઘાસિયાનું રાજીનામું:'આપ' અને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ મેદાન છોડતા રાજકારણ ગરમાયું, નગરપાલિકામાં AAPના ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
    Next Article
    Model Sonali Raut Recalls 'Bold' Bikini Shoot With Ranveer: "He Was Very Shy"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment