Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યાય માટે અરજદારનો એસપી કચેરીએ આત્મહત્યાનો પ્રયાસ,:​જુનાગઢ મનપા કર્મચારીઓના હુમલા બાદ ફરિયાદ ન નોંધાતા અરજદાર કરસન સોલંકીએ એસપી કચેરીમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો કર્યો પ્રયાસ, અરજદારને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

    1 week ago

    જૂનાગઢમાં સરકારી તંત્ર અને જનતા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના વીડિયો ઉતારનાર અરજદાર કરસન સોલંકીને ન્યાય મેળવવા માટે મૃત્યુના ઉંબરે પહોંચવું પડ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસના ધક્કા ખાવા છતાં ફરિયાદ ન નોંધાતા રોષે ભરાયેલા કરસન સોલંકીએ આજે જૂનાગઢ એસપી કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ​સોમવારની ઘટના બાદ સતત રજૂઆતો કરવા છતાં જ્યારે બી-ડિવિઝન પોલીસ દ્વારા એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધવામાં ન આવ્યો, ત્યારે હતાશ થયેલા અરજદાર કરસન સોલંકી આજે એસપી કચેરી પહોંચ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "પોલીસ માત્ર સત્તાધારીઓ અને સરકારી કર્મચારીઓનું સાંભળે છે, ગરીબ અને અનુસૂચિત જાતિના વ્યક્તિ માટે ન્યાયના દરવાજા બંધ છે." આક્રોશમાં આવી તેમણે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે દલિત સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ​ઘટનાની શરૂઆત ગત સોમવારે સવારે 11:15 વાગ્યે થઈ હતી. મધુરમ વિસ્તારના રહીશ કરસનભાઈ સોલંકી હવેલી ગલીમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરવા ટાઉન પ્લાનિંગ શાખામાં ગયા હતા. ત્યાં કર્મચારીઓની ગેરહાજરી અને ચાલુ લાઈટ-પંખા જોઈ તેમણે ફેસબુક લાઈવ શરૂ કર્યું હતું. આ લાઈવ વિડીયો જોતજોતામાં વાયરલ થયો હતો, જે મનપાના કર્મચારીઓ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. ​કરસન સોલંકીએ એસપીને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, વિડીયો ઉતારતા જોઈ પાનસુરીયા એન્જિનિયર અને અન્ય સ્ટાફે તેમને ઘેરી લીધા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, "મને ઢીંકાપાટાનો માર મારવામાં આવ્યો અને એક કર્મચારીએ પગનું ચપ્પલ કાઢી મારા મોઢા પર વારંવાર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન મને જાતિસૂચક શબ્દો કહી અપમાનિત કરવામાં આવ્યો હતો." આ હુમલામાં કરસનભાઈ બેભાન થઈ ગયા હતા અને તેમને 112 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ​સામે પક્ષે કર્મચારીઓએ પણ નોંધાવી ફરિયાદ ​બીજી તરફ, મનપા કર્મચારીઓએ પોતાની બેદરકારી છુપાવવા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. કચેરીને તાળા મારી દેવાતા સેંકડો અરજદારો અટવાયા હતા. મનપા કમિશનરની મધ્યસ્થી બાદ, બાંધકામ શાખાના કોમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્ર દાસાએ કરસન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ હતો કે કરસનભાઈએ મહિલા કર્મચારીઓ સામે બિભત્સ ગાળો બોલી, કર્મચારીનો કાંઠલો પકડી લાફા ઝીંક્યા અને સરકારી કામમાં અવરોધ ઊભો કર્યો. પોલીસે ત્વરિત ધોરણે કરસન સોલંકી સામે ગુનો નોંધ્યો હતો. ​પીડિત કરસન સોલંકીનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કર્મચારીઓની ફરિયાદ પર તુરંત કાર્યવાહી થઈ શકે, તો એક દલિત અરજદાર પર થયેલા હુમલા અને એટ્રોસિટીની ફરિયાદ કેમ નહીં? તેમણે બી-ડિવિઝન પીઆઈ ચૌધરી અને પીએસઆઈ મહેતા પર જાણીજોઈને ફરિયાદ ટાળવાનો આક્ષેપ કર્યો છે. એટ્રોસિટી એક્ટની કલમ 4(1) મુજબ ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ તેમણે કરી છે. ​એસપીને અપાયેલા પત્રમાં કરસન સોલંકીએ સ્પષ્ટ લખ્યું છે કે "શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે અને પોલીસ અધિકારીઓ માટે વૈકલ્પિક ?" તેમણે માંગ કરી છે કે હુમલો કરનાર તમામ કર્મચારીઓ સામે FIR નોંધાય.એટ્રોસિટી એકટ હેઠળ કડક પગલાં લેવામાં આવે તેમજ ફરિયાદ નોંધવામાં વિલંબ કરનાર પીઆઈ અને પીએસઆઈ સામે ગુનો નોંધાવામ આવે.હાલમાં જૂનાગઢમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એક તરફ મનપાના કર્મચારીઓ પોતાની સુરક્ષાની દુહાઈ દઈ રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય નાગરિકો તંત્રની દાદાગીરી અને પોલીસની પક્ષપાતી નીતિ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના પેટ્રોલ પંપ પર જિલ્લા પુરવઠા અધિકારીના દરોડાથી ખળભળાટ:સ્ટોકમાં તફાવત અને ગ્રાહકો પાસેથી હવા ભરવાના પૈસા વસૂલાતા; વેચાણ સ્થિગત, CCTV અને રેકોર્ડ જપ્ત
    Next Article
    Too Many Tigers, Jungle Too Small: Human-Animal Conflict In Land Of Mowgli

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment