Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડભોઇમાં કોંગ્રેસમાં ભંગાણ બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચે મારામારી:ડભોઇ તાલુકા પંચાયતની લીંગસ્થળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પાટણવાડીયાએ છેલ્લી ઘડીએ અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચ્યું, ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા

    3 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે અંતિમ દિવસે ચૂંટણી લડ્યા વગર જ જીત સુનિશ્ચિત કરવા માટે રાજકીય પક્ષો દ્વારા જોરદાર કાવા-દાવા અને ગોઠવણો ચાલી રહી હતી. આ દરમિયાન વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની લીંગસ્થળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ખાસ કરીને ગરમાયો હતો અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા પંચાયતની લીંગસ્થળી બેઠક પર કોંગ્રેસ પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પાટણવાડીયાએ અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો ઊભો થયો હતો. આ પગલાંથી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને પક્ષની આંતરિક એકતા પર પણ પ્રશ્નો ઊભા થયા છે. ઉમેદવારી પરત ખેંચવાના મુદ્દે કોંગ્રેસના તાલુકા પંચાયતના અન્ય ઉમેદવારોને બેસાડવાના પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. બંને પક્ષના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણમાં નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય તંગદિલી વધી ગઈ છે અને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. આ ઘટનાક્રમ બાદ ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ લીંગસ્થળી બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે. સમગ્ર ઘટનાને કારણે ડભોઇ તાલુકામાં રાજકારણ ગરમાયું છે અને ચૂંટણી પ્રક્રિયા પર પણ તેનો પ્રભાવ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે વેરાવળમાં વીજ પુરવઠો ખોરવાશે:11 કેવી ઓલ્ડ પાવર હાઉસ ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ
    Next Article
    Why Pune is hitting the brakes on EV charging network expansion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment