Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જયરાજ-ગણેશે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મને પણ લાભ દે':ગોંડલમાં રાજકીય દાવપેચનો જબરો ખેલ, પોલીસ ભાજપની એજન્ટ, ઉમેદવારોને ધમકી આપી ફોર્મ ખેંચાવે છે, કોંગ્રેસની ચૂંટણીપંચને રજૂઆત

    1 week ago

    આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. જો કે આ પહેલાં ઉમેદવારોને નજરકેદ, અપહરણ, ધાક-ધમકીનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. આપ અને કોંગ્રેસ ભાજપ પર ધમકી, અપહરણના આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસે ચૂંટણીપંચને રજૂઆત કરી છે કે, પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરે છે. ઉમેદવારોને ડરાવી-ધમકાવી ઉમેદવારી પાછી ખેંચાવડાવે છે. આ રજૂઆતમાં કુલ 12 જેટલા મુદ્દા આપ્યા છે. વાઇરલ ઓડિયોમાં જયરાજસિંહ અને ગણેશ ગોંડલ પર આક્ષેપ ગુજરાતના 'મિર્ઝાપુર' ગણાતા ગોંડલમાં પણ ખરાખરીનો ખેલ જામ્યો છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણીને લઈ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ખુદ મેદાને પડ્યા છે. આ માહોલ વચ્ચે ગોંડલ નગર પાલિકાના કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પાતર અને એક રાજન નામના યુવક વચ્ચેની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થઈ છે. આ ઓડિયોમાં ચૂંટણી ફોર્મ ખેંચવા માટે આપવામાં આવતાં દબાણ અને ઓફરોનો ઉલ્લેખ થતા રાજકીય 'ભૂકંપ' જેવી સ્થિતિ સર્જાઈ છે. વાઈરલ થયેલી ક્લિપમાં ભગવતપુરા વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતર રાજન નામના યુવકને અત્યંત ગંભીર અને કટાક્ષભર્યા લહેજામાં ટોકતા સંભળાય છે. વાતચીત દરમિયાન દિનેશ પાતરે ભાજપના દિગ્ગજ નેતા જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના નામનો સીધો ઉલ્લેખ કર્યો છે. કટાક્ષ અને ઓફરની વાત: દિનેશ પાતર ઓડિયોમાં કહે છે કે, જો તને ફોર્મ ખેંચાવવાનું કામ સોંપ્યું હોય તો મને કહેજે, મારે પણ ફોર્મ ખેંચવું છે, મને કંઈક સારી ઓફર અપાવ. લાભની માગ: તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, તને (રાજનને) જો આ જયરાજ અને ગણેશે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મને પણ એમાં કંઈક લાભ દેવરાવ. આબરૂનો સવાલ: વાતચીત દરમિયાન દિનેશ પાતર ભાવુક થતાં સંભળાય છે. તેમણે કહ્યું કે, રાજન, તું ઘરનો છોકરો છે, તારી મજબૂરી હશે કે તું ભાજપમાં છે. પણ આ ફોર્મ ભર્યું એ દિનેશ પાતરની આબરૂ છે. અમારી આબરૂ પર હાથ નાખશો નહીં. 'ભાજપના ઉમેદવારે 25થી 50 લાખની ઓફર કરી' આ ઉપરાંત અમદાવાદ મનપાના રામોલ-હાથીજણ વોર્ડના ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવા 25થી 50 લાખ રૂપિયા આપવા સુધીની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર બીનાબેન મોદીએ કર્યો છે. જો કે ભાજપના ઉમેદવાર મૌલિક પટેલે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં આ પ્રકારની કોઈ ઓફર ન કરી હોવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના મહિલા ઉમેદવાર બીનાબેન મોદીનું કહેવું છે કે, મેં જે દિવસથી કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે ત્યારથી સગા સંબંધીઓ અને મિત્રો મારફતે મને ફોર્મ પાછું ખેંચી લેવા માટે થઈ ઓફર આવી રહી છે. એક બે દિવસથી મારી ઉપર ફોન પણ આવી રહ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ દ્વારા ફોન કરી 25થી 50 લાખ રૂપિયા આપવા સુધીની ઓફર કરવામાં આવી છે. સુરતમાં ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો AAPનો આક્ષેપ સુરતની વાત કરીએ તો વોર્ડ 18ના ઉમેદવાર ગૌતમ પટેલને રાતભર ડરાવ્યા ધમકાવ્યા અને કોર્ડન કરાયા હોવાનો આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણીએ આક્ષેપ કર્યો કે ગૌતમભાઈ પટેલનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ જઈ તેમને ચૂંટણીમાંથી હટાવવાનો પ્રયાસ થયો હતો. ભાજપના નેતાઓએ ગૌતમભાઈ પટેલને ધમકી આપી અને ફોર્મ પરત ખેંચાવવા માટે રાત્રિથી જ દબાણ શરૂ કર્યું હતું. હું ચૂંટણી લડવા તૈયાર છું કહેતા ગૌતમભાઈ પટેલને રજનીકાંત વાઘાણીએ સહીસલામત જગ્યાએ પહોંચાડ્યા હતા. ભાજપના નેતાઓ તથા તેમના ઇશારે કામ કરતી પોલીસ ખોટા દબાણ અને હરકતો બંધ કરે. આ 12 મુદ્દાને લઈ રજૂઆત
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં પ્રિ-મોન્સૂન સમારકામ, વીજ પુરવઠો બંધ રહેશે:16 એપ્રિલે સવારે 8:30 થી બપોરના 2 વાગ્યા સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં
    Next Article
    ભાવનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું:મતદાન પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો, ધાક-ધમકીથી પરત ખેંચાવ્યાનો સલીમ રાધનપુરીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment