Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠમી અજાયબી:વિશ્વની સૌથી મોટી કલાકૃતિઓની ચોરી

    1 week ago

    માયા ભદૌરિયા ચોરી થવી કંઈ નવાઈની વાત નથી, રોજેરોજ આખી દુનિયામાં ક્યાંક ને ક્યાંક ચોરીઓ થાય જ છે, પણ કલાની ચોરી થાય એ કેમ માનવું? ને છતાં માનવું તો પડશે. 18 માર્ચ, 1990ની રાત્રે અમેરિકાનું બોસ્ટન શહેર સેન્ટ પેટ્રિક ડેની ઉજવણીમાં મસ્ત હતું, પણ મધરાતે બોસ્ટનના ઈસાબેલા સ્ટુઅર્ટ ગાર્ડનર મ્યુઝિયમના દરવાજે બે પોલીસ ઓફિસર દેખાયા. એ બંને પોલીસે મ્યુઝિયમના સિક્યુરિટી ગાર્ડ્સને એમ કહ્યું કે મ્યુઝિયમની અંદર કંઈક ધમાલ થઈ છે એટલે તપાસ કરવી પડશે. અને સિક્યુરિટી ગાર્ડે પ્રોટોકોલ તોડીને એ બંને પોલીસ ઓફિસરને અંદર આવવા દીધા. પણ લૂંટારાઓએ તરત જ બંને સિક્યુરિટી ગાર્ડને બેઝમેન્ટમાં પાઈપ સાથે બાંધી દીધા. અને પછી વારાફરતી કેટલીક ફ્રેમને કટરથી ચીરીને એમાંથી કિંમતી પેઈન્ટિંગ્સ બહાર કાઢ્યાં. જોતજોતામાં એ બે વ્યક્તિઓએ મ્યુઝિયમમાંથી માનવ ઈતિહાસના અમૂલ્ય વારસાને નજર સામેથી ગાયબ કરી દીધો. માત્ર દોઢ કલાકની અંદર એ લૂંટારાઓએ 4100 કરોડથી પણ વધુ કિંમતી કલાકૃતિઓની ચોરી કરી. આજે આ ચોરીને 35 વર્ષ વીતી ગયાં છે અને છતાં ચોર પકડાયા નથી. કલાજગત માટે વિશ્વની આ સૌથી મોટી કલાની ચોરી વણઉકેલ્યો કોયડો બની ગઈ છે. મ્યુઝિયમની દીવાલો પર લટકતી એ ખાલી ફ્રેમ્સ પણ એ આશાએ લટકી રહી છે કે ક્યારેક એ કલાકૃતિઓ પાછી આવશે અને ફ્રેમમાં ફરીથી ગોઠવાશે. કઈ વસ્તુઓની ચોરી થઈ? The Concert (જોહાન્સ વર્મીર): આ આખી યાદીમાં સૌથી મોંઘી કૃતિ છે, જેની કિંમત આશરે $250 મિલિયન (₹2100 કરોડ) છે. વિશ્વમાં વર્મીરનાં માત્ર 34 પેઈન્ટિંગ્સ જ હયાત છે. The Storm on the Sea of Galilee (રેમ્બ્રાન્ટ): આ મહાન કલાકાર રેમ્બ્રાન્ટ દ્વારા બનાવવામાં આવેલું એકમાત્ર દરિયાઈ દૃશ્ય ધરાવતું ચિત્ર હતું. Landscape with Obelisk: આ પ્રખ્યાત કલાકાર ગૂવર્ટ ફ્લિન્કની કૃતિ છે. Chez Tortoni: એદુઆર્ડ માનેટ દ્વારા તૈયાર કરવામાં આવેલું પેઈન્ટિંગ. એડગર ડેગાસની કૃતિઓ: ચોરીમાં ડેગાસનાં રેખાચિત્રો અને અન્ય કૃતિઓનો પણ સમાવેશ થાય છે. નેપોલિયનિક ફ્લેગ ઈગલ (Eagle Finial): નેપોલિયનના ધ્વજની ઉપરનો ગરુડ આકારનો ભાગ. જોકે તેની નાણાકીય કિંમત અન્ય વસ્તુઓ જેટલી નહોતી, છતાં ચોરોએ તેને ખૂબ મહેનત કરીને ઉખાડ્યો હતો. વસિયતની અઘરી શરત ઇસાબેલાની વસિયત એટલી કડક હતી કે તેમાં લખ્યું હતું કે મ્યુઝિયમની ગોઠવણીમાં ક્યારેય ફેરફાર ન કરવો. અને જો મ્યુઝિયમની ગોઠવણીમાં સહેજ પણ કાયમી ફેરફાર કરવામાં આવે, તો આખી મ્યુઝિયમની મિલકત અને કલાકૃતિઓ હાર્વર્ડ યુનિવર્સિટીને વેચવા માટે સોંપી દેવી પડે. આ જ કારણ છે કે ટ્રસ્ટીઓ અત્યંત મજબૂર હોવા છતાં ત્યાં નવું કશું મૂકી શકતા નથી.આજે પણ જે જગ્યાએથી પેઇન્ટિંગ્સ ચોરાયાં હતાં, ત્યાં ખાલી ફ્રેમ્સ લટકાવવામાં આવી છે. આ ખાલી ફ્રેમ્સ દુનિયાને યાદ અપાવે છે કે માનવજાતનો સાંસ્કૃતિક વારસો કેટલો કિંમતી છે અને તેની સુરક્ષા કેટલી જરૂરી છે! સુરક્ષામાં ચૂક ક્યાં થઈ? મ્યુઝિયમમાં કોઈ ગન કે એલાર્મ સિસ્ટમ કાર્યરત નહોતી કે જે પોલીસને સીધી જાણ કરી શકે. સિક્યુરિટી ગાર્ડે માત્ર એક નાની ભૂલ કરી કે તેમણે પોલીસને વેશમાં આવેલા ચોરોને અંદર જવા માટે મેઈન ગેટ ખોલી આપ્યો. તે મ્યુઝિયમના કડક પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું. કલાકૃતિઓની કિંમત આજે કેટલી? 1990માં જેની કિંમત $200 મિલિયન અંકાતી હતી, તે આજે કલાબજારના ઉછાળાને કારણે $1 બિલિયન (આશરે ₹8,300 કરોડ)ને પાર કરી ગઈ હોવાનું મનાય છે. ખાસ કરીને વર્મીરનું ‘ધ કોન્સર્ટ’ તો અમૂલ્ય ગણાય છે કારણ કે તેના જેવું બીજું કોઈ સર્જન હવે શક્ય નથી.આ કલાકૃતિઓ સુરક્ષિત પાછી મળે એ માટે મ્યુઝિયમે $10 મિલિયન (આશરે ₹83 કરોડ)નું મોટું ઈનામ પણ જાહેર કર્યું. FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) માને છે કે આ ચોરી પાછળ બોસ્ટન માફિયાનો હાથ હોઈ શકે છે, પણ કોઈ પુરાવા મળ્યા નહીં. જેલના કેદીઓએ પેઇન્ટિંગ્સ અપાવવાના વાયદા કર્યા, પણ બધું જ પોકળ સાબિત થયું. રહસ્ય એ વાતનું પણ છે કે ચોરોએ બીજી કેટલીક કિંમતી વસ્તુઓ છોડી દીધી હતી અને એવી વસ્તુઓ લીધી જેની કિંમત ઓછી હતી.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:દિલની રાણીને બદલે નોકરાણી!
    Next Article
    મેંદી રંગ લાગ્યો:કાનજી રે કૂડા તમે દલડાના રૂડા!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment