Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજૂઆત:વલસાડ પાલિકાના શોપિંગ સેન્ટરો મરામત ન થતાં માલિકીથી સોંપવા વેપારીઓની માગ

    2 weeks ago

    વલસાડ પાલિકાના મોટા બે શોપિંગ સેન્ટરનો વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યું છે. રોડને લાગૂ નિર્માણ પામેલા કરોડોની વેલ્યુએશન ધરાવતા શોપિંગ સેન્ટરોનું બાંધકામ જર્જરિત થતાં વિવાદ વકરી રહ્યો છે. આના કારણે 200થી વધુ વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વેપારી સંગઠનની એક બેઠક મંગળવારે મળી જેમાં તમામ જર્જરિત હિસ્સાની મરામત કરવાની અથવા માલિકી ધોરણે સોંપણી કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જો કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો વેપારીઓ દ્વારા પાલિકા સામે નિષ્કાળજી મામલે કાર્યવાહી હાથ ધરવા નિર્ણય લેવાયો છે. મરામત કરાવવામાં આવે અથવા માલિકી ધોરણે દૂકાનો સોંપી દેવાનો મુદ્દો ઉઠાવ્યો છે. વલસાડ શહેરમાં સૌથી પ્રાઇમ લોકેશન ધરાવતાં સ્ટેશન રોડ,ગાંધી લાયબ્રેરી સામે રોડ ટચ જગ્યામાં ડીએન શોપિંગ સેન્ટર અને ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનું નિર્માણ કરાયું હતું. જેમાં અંદાજિત 200થી વધુ દૂકાનોની જે તે સમયે ફાળ‌વણી કરી હતી. માલિકી હક્ક આપો પાલિકાના શોપિંગ સેન્ટરોમાં દૂકાનો ધરાવતા વેપારીઓ 30 વર્ષ બાદ યોગ્ય રિપેરિંગના અભાવે મુશ્કેલીમાં છે. ચોમાસામાં બાંધકામ જર્જરિત થતાં તૂટી જવાની ભીતિ છે. મરામત કરી ઠીકઠાક કરીને આપો અથવા માલિકીથી લેવા વેપારીઓ તૈયાર છે. > કેતન શાહ, અગ્રણી વેપારી શોપિંગ સેન્ટર જ જર્જરિત પાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરો પબ્લિક પ્રોપર્ટી હોવા સાથે આવક વધારવા માટે જે તે સમયે શાસકોએ બાંધકામ કર્યું હતું.પરંતું તેની જાળવણીના અભાવે જૂના થઇ જતાં દૂકાનદારો હવે પોતાના ખર્ચે મરામત કરવાની માગ કરી રહ્યા છે. પાલિકા મરામત કરે અને તેમ નહિ કરે તો વેપારીઓને આ દૂકાનો માલિકી ધોરણે સોંપી દેવા મળેલી બેઠકમાં વેપારીઓએ પાલિકા તંત્રને ઢંઢોળ્યા છે.
    Click here to Read More
    Previous Article
    તપાસ:વાસણ બેઠકના ઉમેદવાર ગુમ થયા બાદ નાટકીય ઢબે હાજર થઇ ગયો
    Next Article
    વાતાવરણ:ભેજનું પ્રમાણ વધતાં 41 ડિગ્રી ગરમીમાં 46 ડિગ્રી જેવો અનુભવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment