Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણ:ભેજનું પ્રમાણ વધતાં 41 ડિગ્રી ગરમીમાં 46 ડિગ્રી જેવો અનુભવ

    1 week ago

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શહેરમાં ગરમીનો પારો 40થી 41 ડિગ્રીની આસપાસ રહેતાં લોકો ઉનાળાની ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પરંતુ, મંગળવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી ઉંચકાતા શહેરમાં દિવસ દરમિયાન લોકોએ કાળઝાળ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાકમાં શહેરના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિશેષજ્ઞ એ.ટી. દેસાઇએ કહ્યું કે, , મંગળવારે મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા હતું, જેને કારણે 41 ડિગ્રીએ પણ લોકોને 45થી 46 ડિગ્રીનો અનુભવ થતાં ગરમી વર્તાઇ હતી. પરંતુ, બુધવારથી ચાર દિવસ શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે દિવસે ગરમીમાં ઘટાડો થશે. પરંતુ, ભેજમાં વધારો થતાં રાત્રિનું તાપમાન વધતાં અસહ્ય બફારાનો અનુભવ થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળિયું વાતાવરણ સર્જાશે પાકિસ્તાનમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન સુધી પહોંચીને સાઈક્લોનિક સરક્યુલેશનમાં પરિવર્તિત થયું છે, તેની સાથે ટ્રફની સિસ્ટમ હોવાથી મંગળવારે વાતાવરણમાં ભેજમાં વધારો થયો હતો. શહેરના મહત્તમ તાપમાન સામાન્યથી 2 ડિગ્રી વધીને 41.4 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, ભેજની અસરથી લઘુતમ તાપમાન એક જ દિવસમાં 23.5 ડિગ્રીથી 3.5 ડિગ્રી ઉંચકાઇને 27 ડિગ્રી નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:વલસાડ પાલિકાના શોપિંગ સેન્ટરો મરામત ન થતાં માલિકીથી સોંપવા વેપારીઓની માગ
    Next Article
    મુસાફરો થયા પરેશાન:અસારવા સ્ટેશને જયપુર એક્સપ્રેસ આખો દિવસ રોકી રખાતા પેસેન્જરોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment