Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ:ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી, સમાજના લોકો જોડાયા

    12 hours ago

    તારીખ 14 એપ્રિલ, 2026 ના રોજ સમસ્ત રોહીદાસ વંશી વઢીયારા સમાજ 212 દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઢસાથી ધોળા સુધી ભવ્ય શોભાયાત્રા અને રેલીનું આયોજન કરાયું હતું. ઢસા ગામમાં વઢીયારા સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા, જ્યાંથી રેલીનું પ્રસ્થાન થયું હતું. ડી.જે. સાથે નીકળેલી આ શોભાયાત્રાનું માંડવા અને જાળીયા ગામે સરપંચ જયાબેન રાઠોડ, પ્રવિણભાઈ રાઠોડ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માંડવા, જાળીયા, લીમડા, રંઘોળા ચોકડી, પરવાળા, ડેડકડી અને ધોળા સહિતના ગામોમાંથી પસાર થઈ હતી. ઠેર ઠેર ગ્રામજનો અને સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ધોળા ગામે રોહીદાસ વંશી વઢીયારા સમાજની વાડી ખાતે શોભાયાત્રાનું સમાપન થયું હતું. અહીં ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને એક સભાનું આયોજન કરાયું હતું. વક્તાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન સંઘર્ષ અને યોગદાન વિશે પ્રવચનો આપ્યા હતા. ત્યારબાદ સૌએ સાથે સમૂહ ભોજન લીધું હતું. આ પ્રસંગે રામજીભાઈ ચાવડા, મોહનભાઈ રાઠોડ, પ્રવિણભાઈ રાઠોડ, દિપેશભાઈ રાઠોડ, કાનજીભાઈ ચૌહાણ, કિશોરભાઈ માકેશા, વી.કે. ઝાલા, અશ્વિનભાઈ મેરિયા, આશિષભાઈ સોલંકી, નરેશભાઈ ચૌહાણ, નારણભાઈ મેરીયા તેમજ સમતા બુદ્ધ વિહાર બોટાદના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણામાં રોહિત વાસ દ્વારા જોગમાતાનો વાર્ષિક યજ્ઞ:સમસ્ત જ્ઞાતિજનોએ યજ્ઞમાં આહુતિ આપી, મુખ્ય યજમાન ચાવડા હિતેશભાઈ
    Next Article
    Trisha Krishnan Receives Bomb Threat At Chennai Home, Turns Out Hoax

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment