Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં નિવૃત્ત પોલીસકર્મીઓની ગરમીમાં જલસેવા:ઠંડું પાણી પૂરું પાડી ગરમીમાં લોકોને રાહત કરાવે છે, 'રિટાયર્ડ પોલીસ ગ્રુપ' ની છેલ્લા ત્રણ વર્ષથી અવિરત સેવા

    6 days ago

    ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું એક જૂથ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. " રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ" ના સભ્યો છેલ્લા 3 વર્ષથી સતત શહેરીજનોને ઠંડુ પાણી પૂરું પાડી રહ્યા છે, જે દર્શાવે છે કે પોલીસની ફરજ નિવૃત્તિ પછી પણ સમાપ્ત થતી નથી. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા પર કામ કરતા શ્રમિકો, રાહદારીઓ અને અન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. શહેરમાં અનેક પરબો બંધ હોવાથી લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને મોંઘી બોટલનું પાણી ખરીદવું સામાન્ય વર્ગ માટે શક્ય નથી. સ્વખર્ચે ઠંડા પાણીની વ્યવસ્થા આવી કપરી પરિસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાનો દીવો પ્રગટાવ્યો છે. જૂથના સભ્યો ફાળો એકત્રિત કરીને શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે. મુખ્ય સ્થળો: સ્ટેશન પોલીસ ચોકી, સીટી સેન્ટર સામે, પાંચબત્તી અને શક્તિનાથ. વિતરણ: દરરોજ 10થી 15 જેટલા પાણીના જગ મૂકવામાં આવે છે. નિવૃત્તિ એ સેવાનો વિરામ નથી નિવૃત્ત પોલીસ કર્મી પ્રદીપ મોઘે જણાવ્યું હતું કે, "આ સેવા માત્ર તરસ છીપાવવા પૂરતી સીમિત નથી, પરંતુ સમાજને એ સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ લોકોની સેવા કરી શકાય છે." આ સમગ્ર પ્રવૃત્તિનો ખર્ચ પોલીસ ગ્રૂપ પોતે જ ઉઠાવે છે. નિવૃત્ત પોલીસ કર્મચારીઓની આ પહેલથી શહેરીજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આ સેવાકીય કાર્યએ સાબિત કર્યું છે કે પોલીસ વિભાગ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ સમાજ પ્રત્યેની અવિરત જવાબદારી છે.
    Click here to Read More
    Previous Article
    રાયપુરની આકાશેઠકૂવાની પોળમાં નવચંડી હવન યોજાયો:યુવક મંડળ દ્વારા માં અંબે માતાની પૂજા કરાઈ
    Next Article
    Vijay panics while cycling as fan throws petals, mistakes it for an explosive. Watch video

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment