Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- જીઓ-પોલિટિકલ તણાવ વચ્ચે બજારમાં નેગેટિવ સેન્ટિમેન્ટ:આગામી દિવસોમાં બજારમાં વોલેટિલિટી યથાવત રહી શકે છે અને દબાણ ચાલુ રહેવાની શક્યતા

    6 days ago

    મંગળવારે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિતે ભારતીય શેરબજાર બંધ રહયું હતું. સોમવારે ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાના યુદ્વ વિરામનું પાકિસ્તાનમાં બન્ને પક્ષો વચ્ચે યોજાયેલી શાંતી મંત્રણામાં બન્ને પક્ષે કેટલીક શરતો પર સંમતી નહીં સધાતાં નિષ્ફળતા બાદ હવે વિશ્વના દરિયાઈ માર્ગે પરિવહનના પ્રમુખ માર્ગ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ પર ઈરાન બાદ હવે અમેરિકાએ પોતે પણ નાકાબંધી કરવાનું જાહેર કરતાં વિશ્વ પરનું ઓઈલ સંકટ ઘેરાવાના સ્પષ્ટ સંકેતે આજે વૈશ્વિક બજારો ફરી ડામાડોળ થયા હતા. ભારત, ચાઈના સહિતના દેશો માટે ક્રુડ ઓઈલ, એલપીજી સહિત મેળવવા માટેના આ પ્રમુખ માર્ગ બંધ થવાથી દેશોમાં ઈંધણ સંકટ સર્જાય એવી ફરી શકયતા ઊભી થતાં અને ફરી ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હવાઈ હુમલા શરૂ થવાના અહેવાલ અને બીજી તરફ ચાઈના અને રશિયા પણ ઈરાનની પડખે આવી જતાં ઈરાન જંગ ત્રિપાંખિયા અમેરિકા-રશિયા-ચાઈના જંગમાં પરિણમવાના જોખમે વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ભડકા સાથે શેરબજારો ધરાશાયી થયા હતા. સેન્સેક્સ :- સેન્સેક્સ ગેપ-ડાઉન ઓપનિંગ બાદ સતત નીચેની દિશામાં ટ્રેડ થયો હતો. બેન્કિંગ અને હેવીવેઈટ સ્ટોક્સમાં ભારે વેચવાલી ઇન્ડેક્સને દબાવી રહી હતી. નિફ્ટી ફ્યુચર :- નિફ્ટી ફ્યુચર મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડી નીચે સરક્યું હતું. ડેરિવેટિવ ડેટામાં શોર્ટ બિલ્ડઅપ જોવા મળ્યો હતો, જે બજારમાં બેરિશ સેન્ટિમેન્ટ મજબૂત બનવાનું દર્શાવે છે. શેરબજારમાં આ મોટા કડાકા પાછળ મુખ્યત્વે વૈશ્વિક કારણો જવાબદાર છે શાંતિ મંત્રણા નિષ્ફળ: પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની શાંતિ મંત્રણા કોઈ પણ પરિણામ વગર નિષ્ફળ રહી છે. આ નિષ્ફળતાને પગલે મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ વધી ગયું છે. ક્રૂડ ઓઈલમાં ઉછાળો: મંત્રણા નિષ્ફળ જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જે ભારત જેવા આયાતકાર દેશ માટે ચિંતાનો વિષય છે. ગ્લોબલ સેલ-ઓફ: યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાની બંદરોની નાકેબંધીના એલાન બાદ વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક પરિબળો ભારતમાં મોંઘવારી અંગેની ચિંતા અને વ્યાજદરમાં વધારાની આશંકા બજાર માટે નકારાત્મક પરિબળ છે. કેટલાક સેક્ટરમાં નબળા ક્વાર્ટરલી પરિણામો અને ઊંચા વેલ્યુએશન પણ દબાણ ઊભું કરે છે. સ્થાનિક રોકાણકારો સાવચેતી રાખતા જોવા મળ્યા હતા. મંદી પાછળ સૌથી મોટું કારણ વૈશ્વિક બજારોમાં નકારાત્મક ટ્રેન્ડ રહ્યું છે. અમેરિકન સૂચકાંકો જેમ કે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટમાં ઘટાડો નોંધાતા ભારતીય બજાર પર સીધી અસર પડી હતી. બીજું મહત્વપૂર્ણ કારણ એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી છે, જે બજારમાં લિક્વિડિટી ઘટાડે છે અને દબાણ વધારશે. ત્રીજું પરિબળ ગ્લોબલ જીઓ-પોલિટિકલ તણાવ છે, જેના કારણે રોકાણકારો જોખમથી દૂર રહેવાનું પસંદ કરે છે. વિશ્વ સમાચાર અને વૈશ્વિક પરિબળો: વૈશ્વિક સ્તરે વધતા જીઓ-પોલિટિકલ તણાવ બજાર માટે નકારાત્મક પરિબળ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સંબંધિત નિવેદનો અને મધ્ય પૂર્વમાં વધતી અસ્થિરતા રોકાણકારોમાં અનિશ્ચિતતા ઊભી કરે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી મોંઘવારી અને ખર્ચ વધારવાના ભય ઊભા કરે છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે નકારાત્મક છે. સેક્ટર તરફી માહોલ :- બેન્કિંગ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આઈટી સેક્ટરમાં ગ્લોબલ અનિશ્ચિતતાના કારણે નબળાઈ જોવા મળી હતી. મેટલ સેક્ટરમાં કોમોડિટી ભાવમાં ઘટાડાના કારણે દબાણ આવ્યું હતું. ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ નબળાઈ જોવા મળી હતી. એફેમસીજી અને ફાર્મા સેક્ટર તુલનાત્મક રીતે સ્થિર રહ્યા હતા. તેજી તરફી કારણો :- ડિફેન્સિવ સેક્ટર્સમાં મર્યાદિત ખરીદી જોવા મળી હતી. ડીઆઈઆઈ દ્વારા થોડી ખરીદી બજારને મર્યાદિત સપોર્ટ આપે છે. એફઆઈઆઈ / ડીઆઈઆઈ :- એફઆઈઆઈ નેટ સેલર્સ રહ્યા હતા, જેના કારણે બજારમાં દબાણ વધ્યું હતું. ડીઆઈઆઈ દ્વારા મર્યાદિત ખરીદી જોવા મળી હતી. કોમોડિટી મૂવમેન્ટ :- કોમોડિટી બજારમાં વોલેટિલિટી સાથે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી બજાર માટે નકારાત્મક છે. બેઝ મેટલ્સમાં નબળાઈ જોવા મળી હતી. ગોલ્ડ :- સલામત રોકાણની માગ વધતા ગોલ્ડમાં તેજી જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર ગોલ્ડના ભાવમાં વધારો નોંધાયો હતો. સિલ્વર :- સિલ્વરમાં વોલેટિલિટી જોવા મળી હતી, પરંતુ ગોલ્ડ સાથે તેમાં પણ સપોર્ટ જોવા મળ્યો હતો. ભાવિ દિશા : આગામી દિવસોમાં બજારમાં વોલેટિલિટી યથાવત રહી શકે છે અને દબાણ ચાલુ રહેવાની શક્યતા છે. એફઆઈઆઈની ગતિવિધિ, ગ્લોબલ સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે. જો વૈશ્વિક નકારાત્મકતા યથાવત રહેશે તો બજારમાં વધુ ઘટાડો શક્ય છે. કુલ મળીને ભારતીય શેરબજારમાં વ્યાપક વેચવાલી અને નબળું સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે. બજારની અંદરની નબળાઈ દર્શાવે છે કે ટૂંકા ગાળામાં દબાણ યથાવત રહી શકે છે. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ તા. 13-04-2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23850 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23606 પોઈન્ટના પ્રથમ અને 23474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23880 પોઈન્ટથી 23939 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ સન ફાર્મા (1656) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.1634 નો પ્રથમ તેમજ રૂ.1618 ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.1667 થી રૂ.1675 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. રૂ.1680 ઉપર તેજી તરફી ધ્યાન. આઈસીઆઈસીઆઈ બેંક (1346) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1323 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1318 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1357 થી રૂ.1360 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે. અદાની પોર્ટસ (1468) :- રૂ.1434 નો પ્રથમ તેમજ રૂ.1417 ના બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1484 થી રૂ.1490 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (1318) :- ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.1334 થી રૂ.1340 ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે. અંદાજીત રૂ.1274 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો. ઈન્ફોસીસ લીમીટેડ (1276) :- રૂ.01 ની ફેસવેલ્યુ ધરાવતા કોમ્પ્યુટર્સ - સોફ્ટવેરે કન્સલ્ટિંગ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1244 નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.1293 થી રૂ.1303 આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    Bihar New CM Samrat Chaudhary: सम्राट चौधरी को ही क्यों बनाया गया Bihar का CM ? | Bihar New CM
    Next Article
    મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં બે મહિનામાં બીજી આગ:વેડ રોડ પર ઘડિયાળનું કારખાનું સળગતા અફરાતફરી, સુરતમાં એક દિવસમાં આગની બે ઘટના

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment