Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડા ભાજપ કાર્યાલયે બેઠક:ચૂંટણી જીતવા ઘડાઈ ખાસ રણનીતિ બનાવાઈ

    13 hours ago

    લીમખેડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શૈલેષ ભાભોરે આજે લીમખેડા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના આ ગઢને વધુ મજબૂત કરવાના હેતુથી આ એક અત્યંત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાઓ અને પાયાના સૈનિકો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં મોટીબાંડીબારના વરિષ્ઠ અગ્રણી મુન્ના લબાના, જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર મહેશ તડવી, તાલુકા પંચાયત બેઠક ના ઉમેદવાર સરતન ડામોર, ભાજપ કાર્યકર્તા કમલેશ ગુર્જર અને આગેવાન યોગેશ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ધારાસભ્ય શૈલેષ ભાભોરે ઉપસ્થિત સૌ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના એજન્ડા પર કામ કરે છે અને પ્રજાનો અતૂટ વિશ્વાસ એ જ આપણી સૌથી મોટી મૂડી છે. તેમણે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટેની રણનીતિ પર ભાર મૂકતા કહ્યું કે, છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આ વખતે ભલે અન્ય રાજકીય પક્ષો મેદાનમાં હોય, પરંતુ ભાજપની શિસ્તબદ્ધ કાર્યપદ્ધતિ અને જનસેવાની ભાવના સામે વિરોધ પક્ષોનો ગજ વાગશે નહીં. ધારાસભ્યએ દરેક કાર્યકરને અત્યારથી જ જનસંપર્ક તેજ કરી, લોકોની સમસ્યાઓ સાંભળવા અને તેનો ત્વરિત નિકાલ લાવવા માટે સક્રિય થવા આહવાન કર્યું હતું. ચૂંટણીના આ જંગમાં ભાજપનું 'કમળ' દરેક બૂથ પર ખીલે તે માટે ધારાસભ્ય દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાર્યકરોની મહેનત અને ડબલ એન્જિન સરકારના વિકાસકાર્યોના પ્રતાપે લીમખેડા વિધાનસભા હેઠળની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો ભવ્ય વિજય પ્રાપ્ત કરશે. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પણ એકસૂરે ધારાસભ્યને ખાતરી આપી હતી કે, તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવીને ભાજપના વિજય રથને આગળ ધપાવશે. ભાજપના વિકાસના મંત્રને લઈને કાર્યકરો હવે ગામેગામ જઈને લોકમત કેળવશે. આ મુલાકાતથી કાર્યકરોમાં નવો જોમ પુરાયો છે અને ભાજપની ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ગઈ છે. ભાજપના શાસનમાં થયેલા કામો અને સંગઠનશક્તિના જોરે આગામી ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. કાર્યકરો દ્વારા અત્યારથી જ મતદારો સુધી પહોંચવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં એન્જિનિયર સાથે ₹25.86 લાખની છેતરપિંડી:શેરબજારમાં રોકાણના નામે સોશિયલ મીડિયા દ્વારા ઠગાઈ, સાયબર ક્રાઈમ પોલીસનો તપાસનો ધમધમાટ
    Next Article
    Explained: Big Push For Women's Quota, Move To Redraw Lok Sabha Map

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment