Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપનો દાવો: "પતિનિધિ પ્રથા નહીં ચાલે":મહિલા ગેરહાજરી પર ઉઠેલા સવાલો વચ્ચે ભાજપનું ડેમેજ કંટ્રોલ; મહિલા ઉમેદવારોને વહીવટમાં આગળ લાવવાનો સંદેશ

    12 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં મહિલા ઉમેદવારોની ગેરહાજરી મુદ્દે ઉઠેલા વિવાદે ચૂંટણીના માહોલને ગરમાવી દીધો છે. આ વિવાદ વચ્ચે ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે "પતિનિધિ પ્રથા નહીં ચાલે" અને મહિલા ઉમેદવારો સક્રિય વહીવટમાં આગળ આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ પર સીધો આરોપ લાગ્યો હતો કે મહિલાઓને માત્ર નામ પૂરતી ઉમેદવારી અપાઈ રહી છે અને વાસ્તવિક રીતે તેમના પતિઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે, જેને "પતિનિધિ" પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. આ ટકોર વચ્ચે સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રાજેશ ચુડાસમાએ મેદાને આવી સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન મહિલા ઉમેદવારો ગેરહાજર નહોતા, પરંતુ ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં વ્યસ્ત હતા. જોકે, માત્ર આ સ્પષ્ટતા પૂરતી નહોતી. રાજકીય દબાણ વચ્ચે ભાજપે સીધો જ મોટો સંદેશ આપ્યો કે "પતિનિધિ પ્રથા હવે નહીં ચાલે!" આ નિવેદન દ્વારા પક્ષે મહિલાઓને સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કર્યા. ભાજપે દાવો કર્યો કે હવે મહિલાઓ માત્ર ઉમેદવાર તરીકે નહીં, પરંતુ સક્રિય વહીવટકાર તરીકે આગળ આવશે. પક્ષે મંચ પરથી મહિલાઓને પોતે નિર્ણય લેવા અને સત્તામાં સક્રિય ભૂમિકા ભજવવા માટેનો સંદેશ આપ્યો. આ નિવેદન પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે કે શું આ ખરેખર મહિલા સશક્તિકરણનો દૃઢ સંકલ્પ છે કે પછી જાહેર ટકોર બાદનું ડેમેજ કંટ્રોલ? વિપક્ષે પણ આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. વિરોધીઓનો આક્ષેપ છે કે ચૂંટણી પહેલા મહિલા સશક્તિકરણની વાતો માત્ર રાજકીય સ્ટંટ છે, જ્યારે હકીકતમાં સ્ત્રીઓને પાછળ રાખવામાં આવી રહી છે. એક તરફ ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી જીતવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ મહિલા પ્રતિનિધિત્વનો મુદ્દો હવે ચૂંટણીનો કેન્દ્રબિંદુ બની રહ્યો છે. મતદારો આ મુદ્દાને કેવી રીતે જુએ છે અને તે મતદાનમાં કેટલી અસર કરશે, તે જોવું રસપ્રદ રહેશે.
    Click here to Read More
    Previous Article
    બે સગીર આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યાં:એક પર ગેંગરેપ-હત્યાનો આરોપ અને બીજા પર હત્યાનો આક્ષેપ, આ ગુનાઓમાં અન્ય કિશોરોની પણ સંડોવણી
    Next Article
    Opinion: Opinion | 3 Things That May Trouble Pakistan After Playing Host To US-Iran Talks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment