Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે સગીર આરોપીને હાઈકોર્ટે જામીન આપ્યાં:એક પર ગેંગરેપ-હત્યાનો આરોપ અને બીજા પર હત્યાનો આક્ષેપ, આ ગુનાઓમાં અન્ય કિશોરોની પણ સંડોવણી

    15 hours ago

    ગુજરાત હાઇકોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને જામીન આપ્યા છે. એક કિશોર ઉપર ગેંગરેપ અને હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા કિશોર પર હત્યાનો આક્ષેપ થયેલો છે. પ્રોબેશન ઓફિસરે તેમનો ક્વાર્ટરલી રીપોર્ટ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડને આપવાનો રહેશે અને જરૂર પડે મનોચિકિત્સકની સહાય આપવાની રહેશે. ગેંગરેપ-હત્યાના આરોપી સગીરની હાઈકોર્ટમા જામીન અરજી પ્રથમ કેસની પોલીસ ફરિયાદ કરજણ પોલીસ મથકે 2021માં નોંધાઈ હતી. જેમાં 14 વર્ષ અને 25 દિવસનો સગીર 37 વર્ષીય યુવતીના સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં સામેલ હોવાનો આક્ષેપ છે. વડોદરાની ચિલ્ડ્રન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દેતા તેના વાલી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. 'સહ આરોપીના નિવેદનને આધારે તેને આરોપી બનાવી દેવાયો' તેના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સગીર ગુનાની ગંભીરતા અને તેનો પરિણામ સમજવા જેટલો પુખ્ત નહોતો. તેને ગુના વિશે કોઈ જાણ નહોતી માત્ર સહ આરોપીના નિવેદનને આધારે તેને આરોપી બનાવી દેવામાં આવ્યો છે. '2 સગીર સહિત 6 આરોપીએ યુવતી પર દુષ્કર્મ આચરીને હત્યા કરી નાખી' સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, સગીરની ઉંમરને લઈને તકરાર છે. તે ગેંગરેપ અને હત્યા જેવા ગંભીર ગુનામાં સામેલ છે. 37 વર્ષીય યુવતી પર 6 આરોપીઓએ ભેગા મળીને વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું, જે પૈકીના બે આરોપીઓ સગીર છે. યુવતી ઉપર વારાફરતી ગેંગરેપ કર્યા બાદ તેના હાથ પગ પકડી રાખીને સહ આરોપીઓએ તેનું ગળું દબાવીને યુવતીની હત્યા કરી નાખી હતી. હાઈકોર્ટે રીપોર્ટના આધારે સગીરની જામીન અરજી મંજૂર કરી જો કે ગુજરાત હાઇકોર્ટે આક્ષેપ ઉપરાંત પ્રોબેશન ઓફિસરનો રીપોર્ટ ધ્યાનમાં લીધો હતો. જે મુજબ સગીર આ ઘટના વિશે જાણતો નથી. સહ આરોપીના નિવેદનને આધારે તેની પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ ગંભીર ઘટનાના પરિણામ સમજવા જેટલો તે પરિપક્વ નથી. ગુજરાત હાઇકોર્ટે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરની જામીન અરજી મંજૂર કરી હતી. બીજો કેસ, તાપીમાં સગીરે શખસની હત્યા કરી કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર સહિત અન્ય સગીર આરોપીઓ સામે વાપી ટાઉન પોલીસ મથકે માર્ચ, 2025માં 40થી 45 વર્ષના અજાણ્યા ઈસમની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો. વાપીના રિલાયન્સ કંપનીની માલિકીના ખુલ્લા પ્લોટમાંથી એક ભિખારીની નગ્ન હાલતમાં ઈજા થયેલી લાશ મળી આવી હતી. તેથી સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. પોલીસે સગીર આરોપીને ઝડપ્યો હતો પોલીસે તપાસ કરીને કેટલાક સગીર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તે પૈકી એક સગીર આરોપીએ એના વાલી મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. 'સગીરને ફસાવવાની કોશિશ કરવામાં આવી' સગીરના વકીલે જણાવ્યું હતું કે, સગીરને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટનું મુખ્ય કાર્ય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોમાં સુધાર અને તેમના પુનઃવસનનું છે. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર શિવરાત્રીમાં ફુગ્ગા વેચવા આવેલો. તેની બહેન વાપીમાં રહેતી હોવાથી તે પરિવારને મદદ કરવા આવ્યો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પરિસ્થિતિજન્ય પુરાવાને આધારે આ કેસમાં સાંકળી લેવામાં આવી છે. સહ આરોપી એવા કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય સગીરને જામીન અપાયા છે. 'ઓળખ પરેડમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઓળખી બતાવ્યો' સામે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ એક હત્યાનો ગુનો છે. એક પુખ્ત વયના 40થી 45 વર્ષના અજાણ્યા માણસને ક્રૂરતાપૂર્વક મારીને તેની હત્યા કરી નાખવામાં આવી છે. વર્તમાન કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ઉપરાંત સહ આરોપીઓ પણ કાયદાના સંઘર્ષમાં આવેલા 2 સગીર છે. લાકડું અને પથ્થર મારીને અજાણ્યા ઇસમને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આંખો દેખ્યા સાક્ષીએ પણ ઓળખ પરેડમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઓળખી બતાવેલ છે. પહેલાં નીચલી અદાલતે સગીરની જામીન અરજી રદ કરી નીચલી અદાલતે જસ્ટિસ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ સામે સોસાયટીની સુરક્ષાને બેલેન્સ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની જામીન અરજી રદ કરી હતી .આ કેસમાં આશરે 14 વર્ષ અને 17 વર્ષના અન્ય સગીરો પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા હતાં. 'લાકડી અને પથ્થરોથી માર માર્યો હતો' આંખો દેખ્યા સાક્ષીએ કહ્યું હતું કે, કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો 40થી 45 વર્ષના વ્યક્તિને ખુલ્લા પ્લોટમાં ઉપાડી લાવ્યા હતાં. તેને ભીખ માંગવા કહ્યું હતું, તેને ના પાડતા તેમના કપડા કાઢી નાખ્યા હતા અને તેને લાકડી અને પથ્થરોથી માર માર્યો હતો. જ્યારે હાથે પગે ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાઈકોર્ટે સગીરને જામીન આપ્યા જો કે હાઇકોર્ટે નોધ્યું હતું કે, મૃતક કોણ છે તેની ખબર નથી. પોલીસ તે જાણવામાં સફળતા મેળવી શકી નથી. કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ધો.8માં ભણતો હતો અને નાસિકથી પોતાની બહેનના ઘરે આવ્યો હતો. આ ઘટનાના પ્રભાવથી તે માનસિક બીમાર થયો છે. આંખો દેખ્યા સાક્ષીની વાત શંકાસ્પદ છે, ત્યારે સગીરને જામીન આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ઉમેદવારોની વાડાબંધી વચ્ચે ભાજપના પૂર્વ MLA કોંગ્રેસમાં:રાજકોટમાં AAPએ 40 ઉમેદવારોને સંતાડ્યા; ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ચૂંટણી અધિકારીએ આપઘાત કર્યો: ચાવડા
    Next Article
    ભાજપનો દાવો: "પતિનિધિ પ્રથા નહીં ચાલે":મહિલા ગેરહાજરી પર ઉઠેલા સવાલો વચ્ચે ભાજપનું ડેમેજ કંટ્રોલ; મહિલા ઉમેદવારોને વહીવટમાં આગળ લાવવાનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment