Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અચાનક સલમાનને પ્રીટિ ઝિન્ટા પર પ્રેમ ઊભરાયો!:પંજાબ કિંગ્સના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી, કહ્યું- અભિનંદન, ટીમ ખૂબ સારું રમી રહી છે

    14 hours ago

    બોલિવૂડ એક્ટર સલમાન ખાને સોમવારે એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાને તેમની ટીમ પંજાબ કિંગ્સ (PBKS)ના IPL 2026માં અત્યાર સુધીના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. IPL 2026માં PBKSનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું શાનદાર રહ્યું છે. ટીમ હાલમાં 4 મેચમાં 3 જીત અને 1 અનિર્ણાયક મેચ સાથે 7 પોઈન્ટ્સ પર છે. હાલ તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સલમાન ખાને લખ્યું, “શાબાશ ઝિન્ટા! અભિનંદન ઝિન્ટા, ટીમ ખૂબ સારું રમી રહી છે….” ચાહકોને જૂની ટ્વીટ યાદ આવી સલમાનનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યું. ફેન્સે આ ટ્વીટની સરખામણી સલમાનની 2014માં કરેલી જૂની પોસ્ટ સાથે કરી, જેમાં તેણે પૂછ્યું હતું કે, “ઝિન્ટાની ટીમ જીતી કે શું?” સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને “12 વર્ષ પછી આવેલી બેસ્ટ સિક્વલ” ગણાવીને ફની રિએક્શન આપ્યા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું સલમાન ખાન અને પ્રીટિ ઝિન્ટા લાંબા સમયથી મિત્રો છે અને તેણે ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘જાન-એ-મન’ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’ જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન ટૂંક સમયમાં અપકમિંગ ફિલ્મ ‘માતૃભૂમિ’માં જોવા મળશે. ઉપરાંત, એક્ટર ટૂંક સમયમાં ‘દિલ રાજુ’ સાથે અપકમિંગ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. આ ફિલ્મમાં ‘નયનતારા’ પણ જોવા મળશે અને તેનું દિગ્દર્શન વામશી પેડિપલ્લી કરશે. આ દરમિયાન, પ્રીટિ ઝિન્ટા આગામી ફિલ્મ ‘લાહોર 1947’માં સની દેઓલ, શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ સાથે જોવા મળશે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાને બનાવ્યું છે અને ગીતોના બોલ જાવેદ અખ્તરે લખ્યા છે. તે "વાઇબ" નામના એક પ્રોજેક્ટમાં પણ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    ગોદરેજ ગ્રુપના નવા ચેરપર્સન બનશે પિરોજશા, નાદિર કમાન છોડશે:નોટબંધીમાં એક દિવસમાં 300 કરોડના વિલા વેચ્યા હતા; હિલેરી ક્લિન્ટન સાથે ઇન્ટર્નશિપ કરી હતી
    Next Article
    Riyan Parag Explains Why He Didn't Use Ravindra Jadeja As A Bowler Against SRH

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment