Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુર-લાડોલ રોડ પર હિટ એન્ડ રન:અજાણ્યા વાહનની ટક્કરે શોભાસણના યુવકનું કરુણ મોત

    22 hours ago

    મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચોગોદ-લાડોલ રોડ પર રવિવારે રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અમદાવાદથી પોતાના વતન શોભાસણ જઈ રહેલા યુવકને કોઈ અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા યુવકનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું છે. અમદાવાદથી ઘરે જતાં રસ્તામાં કાળ ભેંટ્યો મૂળ વડનગરના શોભાસણ ગામના વતની અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહી ખાનગી નોકરી કરતા અક્ષયભાઈ સંજયભાઈ પટેલ ગત 12 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાના મિત્રનું TVS જ્યુપીટર (નંબર GJ-01-YA-6865) લઈને અમદાવાદથી વતન શોભાસણ જવા નીકળ્યા હતા. રાત્રિના પોણા નવેક વાગ્યાના અરસામાં જ્યારે તેઓ વિજાપુરથી શોભાસણ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચોગોદ અને લાડોલ વચ્ચે આવેલી સનરાઈઝ સ્કૂલ પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમના ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. સારવારમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો અકસ્માત એટલો ભયાનક હતો કે, અક્ષયભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ અમદાવાદ રહેતા તેમના મોટાભાઈ જૈમીનભાઈ તાત્કાલિક વિજાપુર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબોએ અક્ષયભાઈને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી આ મામલે મૃતકના મોટાભાઈ જૈમીનભાઈ પટેલે લાડોલ પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કાલુપુર રેલવે સ્ટેશનનો ક્લાર્ક રૂ.100ની લાંચ લેતા ઝડપાયો:ટિકિટ ઇસ્યૂ કરવા મુસાફર પાસેથી વધારાના પૈસા માગતો
    Next Article
    Another ship will arrive in Kandla with LPG | LPG લઈને કંડલા આવશે વધુ એક જહાજ | Jag Vikram

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment