Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લતા મંગેશકર-આશા ભોસલેની યાદમાં હોસ્પિટલ બનશે:ભાઈ હૃદયનાથે કહ્યું, 'દીદીનું સપનું હતું, પુણેમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ બનાવીશું'

    12 hours ago

    ભારતના બે દિગ્ગજ સિંગર્સ લતા મંગેશકર અને આશા ભોસલેની યાદમાં પુણેમાં એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ બનાવવામાં આવશે. આશા ભોસલેના નિધન બાદ તેમના ભાઈ અને સંગીત નિર્દેશન હૃદયનાથ મંગેશકરે આ માહિતી આપી. 'માતા અને દીદી લતાનું હોસ્પિટલ બનાવવાનું સપનું હતું' હૃદયનાથ મંગેશકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'તેમના માતા અને લતા મંગેશકરે ગરીબોની સેવા માટે પુણેમાં હોસ્પિટલ બનાવવાનું સપનું જોયું હતું.' તેમણે જણાવ્યું કે, 'લગભગ 25 વર્ષ પહેલાં પરિવાર અને ડોકટરોએ આ હોસ્પિટલ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તે પૂર્ણ થઈ શક્યું ન હતું.' હૃદયનાથે આગળ કહ્યું કે, 'બાદમાં પરિવારે નિર્ણય લીધો હતો કે હોસ્પિટલ લતા મંગેશકરના નામ પર બનાવવામાં આવશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. 16 તારીખના દિવસે તેના મુહૂર્તની યોજના હતી, પરંતુ આ દરમિયાન અચાનક આશા ભોસલેનું નિધન થઈ ગયું.' તેમણે કહ્યું કે, 'હવે પરિવારે નક્કી કર્યું છે કે હોસ્પિટલ લતા મંગેશકર અને આશા ભોસલે બંનેના નામ પર બનાવવામાં આવશે. અમે તેને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.' આશા ભોસલેનું નિધન આશા ભોસલેનું રવિવારે 92 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું. સોમવારે તેમના રાજકીય સન્માન સાથે શિવાજી પાર્ક સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમને મહારાષ્ટ્ર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું. અંતિમ સંસ્કારમાં આમિર ખાન, વિકી કૌશલ, અનુ મલિક, શાન સહિત અનેક સેલેબ્સ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આશા ભોસલેના અંતિમ સંસ્કારના 6 PHOTOs: આશા ભોસલે સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. 16 વર્ષની ઉંમરે પિતાની વયની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન, પ્રેગ્નન્સી વખતે પતિએ મારીને કાઢી મૂક્યાં; સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા 2. આશા ભોસલેના અવાજને ખરાબ કહી સ્ટુડિયોમાંથી કાઢી મૂક્યા હતા:12,000 ગીતો ગાઈ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, લતા દીદીના પડછાયામાંથી બહાર આવી અલગ ઓળખ બનાવી 3. આશા ભોસલેની સફળતા પાછળનું 'જ્યોતિષ રહસ્ય':'ભરણી' નક્ષત્રમાં જન્મ્યાં હતાં સૂરોના મહારાણી, યમની શિસ્ત અને શુક્રના તેજ સાથે કલાનો મેળાપ
    Click here to Read More
    Previous Article
    The best decorative plants for every type of balcony
    Next Article
    PM મોદી 28મી વખત ઉત્તરાખંડ આવી રહ્યા છે:દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે, કોંગ્રેસે આંબેડકરના નામ પર રાખવાની માંગ કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment