Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગુડ બાય માય લવ...':આશા ભોસલેના નિધનથી પૌત્રી ઝનાઈ ભાંગી પડી, દાદીના અંતિમ વિદાયની તસવીરો શેર કરી હૃદયસ્પર્શી મેસેજ લખ્યો

    19 hours ago

    ભારતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું 12 એપ્રિલ 2026ના રોજ નિધન થયું. સોમવારે રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી. તેમની અંતિમ યાત્રામાં બોલિવૂડ સેલેબ્સ, રાજકીય નેતાઓ અને હજારો ચાહકો ઉમટ્યાં હતાં. આ દરમિયાન તેમની પૌત્રી ઝનાઈ પણ ધ્રૂસકે ધૂસકે રડતી જોવા મળી હતી. દાદીને અંતિમ વિદાય આપ્યા બાદ ઝનાઈએ ભાવુક મેસેજ શેર કર્યો છે. ઝનાઈએ ચાહકોનો આભાર માન્યો ઝનાઈ ભોસલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આશા ભોસલેના અંતિમ ફોટો મૂક્યાં હતાં. સાથે જ તેણે લખ્યું કે, 'હું આ સમયે એટલી ભાવુક છું કે શબ્દોમાં કંઈપણ કહી શકવું મુશ્કેલ છે. જ્યારે સમય મળશે, ત્યારે કંઈક લખીશ. પરંતુ હાલમાં હું બસ એટલું જ કહેવા માંગું છું કે મારા દાદીને દરેક વર્ગ તરફથી જે પ્રેમ અને સન્માન મળ્યું છે. હું હૃદયથી તમારા સૌનો આભાર માનું છું. 'દાદી હંમેશા આપણા હૃદયમાં જીવતા રહેશે' ઝનાઈએ આગળ લખ્યું, 'તેઓ આ પ્રેમના સંપૂર્ણપણે હકદાર હતાં. મને ખબર છે કે, તેઓ આપણા સૌના હૃદયમાં હંમેશા જીવતા રહેશે અને તેઓ આ બધું ઉપરથી જોઈ રહ્યા છે.' ઝનાઈએ આશા ભોસલે સાથેનો એક જૂનો ફોટો પણ શેર કર્યો. તેણે તેના દાદીને પ્રેમથી વિદાય આપતા લખ્યું, 'ગુડ બાય માય લવ, લવ ઓફ માય લાઇફ.' ઝનાઈ ભોસલે કોણ છે? ઝનાઈ આશા ભોસલેના સૌથી નાના દીકરા આનંદ ભોસલે અને અનુજા ભોસલેની દીકરી છે. આશાતાઈની જેમ જ તે પણ સિંગિંગ ક્ષેત્રે આગળ વધવા માંગે છે. ગાયકીની સાથે સાથે તે હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે પણ તૈયાર છે. તે ટૂંક સમયમાં 'કાંતારા' ફેમ ઋષભ શેટ્ટીની ફિલ્મ 'ધ પ્રાઇડ ઓફ ભારત- છત્રપતિ શિવાજી મહારાજ'થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરશે. ફિલ્મમાં તે મરાઠા યોદ્ધા રાજાના પત્ની રાની સાઈ ભોસલેની ભૂમિકા ભજવશે. 'તે મારાથી પણ વધારે ટેલેન્ટેડ છે' અગાઉ 'સીએનબીસી ટીવી18'ને આપેલા ઇન્ટરવ્યૂમાં આશા ભોસલેએ પૌત્રી ઝનાઈ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'તે મારાથી વધારે ટેલેન્ટેડ છે. જ્યારે તે પાંચ વર્ષની હતી, ત્યારથી કથ્થક કરી રહી છે. તે કથ્થકમાં સારી છે, મોર્ડન ડાન્સમાં પણ સારી છે. એક્ટિંગ પણ કરે છે. ગીત પણ ગાય છે. તો તે મારાથી પણ વધુ ટેલેન્ટેડ થઈ ને.' 'દાદીને હું કોઈની સાથે શેર કરવા માંગતી નથી' ઝનાઈએ અગાઉ 'ફિલ્મીજ્ઞાન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું મારા દાદીને ખૂબ પ્રેમ કરું છું. મારું તેમની સાથે ઊંડું જોડાણ છે, તે બસ હું તેમને જોતી રહું છું અને રડી લઉં છું. હું તેમને કોઈની સાથે શેર કરવા માંગતી નથી. હું તેમને ક્યારેય ક્યાંય જવા દેવા માંગતી નથી. તેઓ મારા છે.’
    Click here to Read More
    Previous Article
    Nitish Kumar Resignation: Samrat Chaudhary बनेंगे Bihar के नए CM? Bihar New CM News Live
    Next Article
    સુરેન્દ્રનગરમાં SP વેદિકા બિહાનીની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કાયદો વ્યવસ્થા જાળવવા કવાયત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment