Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામ મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો:જાહેર મંચો પરથી લોકોને આપઘાત ન કરવા માર્ગદર્શન આપતા હતા; ચૂંટણીની કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત હતા

    16 hours ago

    વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈએ ગત રાત્રિના સુમારે ઉમરગામ રેલવે સ્ટેશન પર પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ હૃદયદ્રાવક ઘટના રાત્રે 23:40 કલાકની આસપાસ બની હતી. નોંધનીય છે કે, મૃતક અધિકારી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જટિલ કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત હતા. અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી રેલવે સ્ટેશનના ઉત્તર છેડે, સુતર તરફ પ્રયાણ કરતી ટ્રેન સામે તેમણે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી. રેલવે કિલોમીટર નંબર 144 ના પોલ નંબર 14 અને 16 ની મધ્યમાંથી દલપતભાઈનો ક્ષત-વિક્ષત મૃતદેહ GRP (સરકારી રેલવે પોલીસ) ની ટીમને મળી આવ્યો હતો. ટ્રેનની ભયાનક અડફેટે આવતા અધિકારીના દેહના ટુકડા થઈ ગયા હતા. નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ આત્મહત્યા જેવા અંતિમ પગલાં પાછળનું ચોક્કસ અને સત્તાવાર કારણ હજુ પણ અકબંધ છે. GRP ની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હાલ પોલીસ દ્વારા પરિવારના સભ્યોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ આપઘાત પાછળના રહસ્ય પરથી પડદો ઊંચકાઈ શકે. લોકોને હતાશામાં આપઘાત ન કરવા જાગૃત કરતા હતા વિડંબના તો એ છે કે, દલપતભાઈ અગાઉ અનેક જાહેર મંચો પરથી લોકોને હતાશામાં આપઘાત ન કરવા અને હિંમતથી જીવન જીવવા માટે જાગૃત કરતા હતા. જેઓ અન્યને માર્ગદર્શન આપતા હતા, તેમણે જ આ પ્રકારે આત્મઘાતી પગલું ભરતા સમગ્ર પંથકમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે અને વહીવટી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સોસાયટી સમરાંગણ બની, LIVE દૃશ્યો:મહિલાઓ અને યુવકો વચ્ચે કપડાં ફાડી મારામારી; સરથાણામાં ઓનલાઇન બિઝનેસના મુદ્દે મહાસંગ્રામ
    Next Article
    Redmi K90 Max With Dimensity 9500 Chip, 16GB of RAM Surfaces on Geekbench Ahead of China Launch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment