Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર નંદાલય હવેલીમાં મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો:આનંદબાવાના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યક્રમો, છબિલાજી પ્રભુના મનોરથનું આયોજન

    6 days ago

    ભાવનગરના સરદારનગર સ્થિત નંદાલય હવેલીમાં 13 એપ્રિલ 2026ના રોજ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ સંકલ્પ ભાવનગર વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ નવનીતલાલજી મહારાજની આજ્ઞા અનેઆનંદબાવાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. 12 એપ્રિલ, રવિવારે સાંજે 5:30 થી 7:30 દરમિયાન નંદાલય કીર્તન ક્લાસ દ્વારા ધોળ પદ કીર્તન આધારિત અંતાક્ષરી યોજાઈ હતી. પુષ્ટિ કિડ્સ બાળ પાઠશાળાના બાળકોએ મહાપ્રભુજીના સ્વરૂપ પર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ પૂજ્ય શાલિનીબેટીજી અને સખી મંડળ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. રવિવારના કાર્યક્રમના અંતે છબીલાજી પ્રભુના વિવાહ ખેલ મનોરથના દર્શન યોજાયા હતા. 13 એપ્રિલ, સોમવારે સવારે 6:15 વાગ્યે વલ્લભકુલ આચાર્યોના પાવન સાનિધ્યમાં ડંકા નિશાન અને કીર્તન મંડળી સાથે પ્રભાતફેરી નીકળી હતી. આ પ્રભાતફેરી નંદાલય હવેલીની પ્રદક્ષિણા કરીને પરત ફરી હતી. ત્યારબાદ હવેલી પર પૂજ્ય આચાર્યચરણના સાનિધ્યમાં સમૂહપાઠ ગાન અને મંગલા આરતીના દર્શન થયા હતા. સવારે 11 વાગ્યે ફૂલ મંડળી તથા છબીલાજી પ્રભુના તેમજ પાદુકાજીના તિલકના દર્શન યોજાયા હતા. સાંજે 5 થી 8 દરમિયાન આનંદબાવાના આશીર્વચન, "વલ્લભ સાખી" નું સમૂહ ગાન અને પાઠશાળાના બાળકોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂજ્ય વલ્લભકુલ આચાર્યના પાવન સાનિધ્યમાં ડંકા નિશાન કીર્તન મંડળી સાથે મહાપ્રભુજીના સ્વરૂપને પધરાવી શોભાયાત્રા નીકળી હતી. આ પછી વધાઈ કીર્તન, નંદ મહોત્સવ અને શ્રી છબીલાજી પ્રભુના "ઉસીર મહલ" મનોરથના દર્શન સાથે સમગ્ર આયોજન સંપન્ન થયું.આ સમગ્ર આયોજનમાં નંદાલય હવેલી ઉત્સવ સંકલ્પ સમિતિના રમેશભાઈ મહેતા, વિજયભાઈ જગડ અને સર્વે વૈષ્ણવોએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાજપે સુરેન્દ્રનગરમાં મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું:મહાનગરપાલિકા ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કર્યો
    Next Article
    સુરતમાં ભાડાની સ્કોર્પિયોથી 3 મહિલાને ઉડાવી, એકનું મોત:કાર બે-ત્રણ વાર પલટી મારી ખાળીયામાં ખાબકી; 19 વર્ષીય ચાલકને લોકોએ ફટકાર્યો, LIVE વીડિયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment