Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધર્મોત્સવ:ગોમતી કુંડના બેઠકજીથી મહાપ્રભુજીની વરણાગીનું પ્રસ્થાન બાદ ભ્રમણ, માર્ગમાં ભાવિકો દ્વારા જયઘોષ

    12 hours ago

    યાત્રાધામ દ્વારકા ખાતે ચૈત્ર વદ અગિયારસના પાવન દિવસે પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549 મા પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમપુર્વક ભકિતમય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવ પુ.પા. ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલનશ્રી નૃસિંહલાલજી નટવર ગોપાલજી મહારાજ (પોરબંદર, વેરાવળ, દ્વા રકા, બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી)ના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં ઉજવાયો હતો. આ અવસરે ગોમતી કુંડના બેઠકજીથી સાંજે 5.00 વાગ્યે મહાપ્રભુજીની વરણાગી કીર્તન મંડળી સાથે ધૂમધામપૂર્વક પ્રસ્થાન કરી, શાક માર્કેટ ચોક મારફતે નવી હવેલી ખાતે પહોંચી હતી. માર્ગમાં ભક્તો દ્વારા જયઘોષ અને ભક્તિભાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે નવી હવેલી ખાતે મહાપ્રભુજીનું ભવ્ય આવકાર કરવામાં આવ્યું હતું. સવારે 10.00 વાગ્યાથી નવી હવેલી ખાતે કાલિન્દીવહુજી મહારાજના હસ્તે વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. સાંજના સમયે ગોમતી ઘાટ સ્થિત બેઠકજી ખાતે વિશેષ પાઠ-પૂજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. આ પાવન પ્રસંગે ઓખામંડળ તથા બારાડી પંથકના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહી ભક્તિભાવથી ભાગ લીધો હતો.આ રીતે દ્વારકામાં યોજાયેલ પ્રાગટ્ય મહોત્સવે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:હોર્મુઝમાં હાહાકાર, જહાજો ઉડાવી દેવાની ટ્રમ્પની ધમકી, પાકિસ્તાનને આશાજીનું ગીત વગાડતી ચેનલ સામે વાંધો; નવસારીમાં ભાજપને 32 બેઠકોનું ‘પતાસું’
    Next Article
    US-Iran Deal Was 80% Done. Then A Showdown Over Tehran's Nuclear Clause

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment