Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખાતી દેશોમાંથી ભારતની ઉર્જા સુરક્ષા અકબંધ:હોર્મુઝની ખાડીમાં તણાવ વચ્ચે વધુ એક જહાજ ‘જગ વિક્રમ’ આજે કંડલામાં પ્રવેશશે

    9 hours ago

    અખાતી પ્રદેશમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ ભારતીય દરિયાઈ વેપારમાં નવી ગતિ જોવા મળી રહી છે. 20,400 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને આવી રહેલું ભારતનું મહત્વનું જહાજ ‘જગ વિક્રમ’ આવતીકાલે 14 એપ્રિલના રોજ કંડલા બંદરે લાંગરશે. હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે આ જહાજનું સુરક્ષિત આગમન કંડલા પોર્ટ અને સમગ્ર દેશની ઉર્જા સુરક્ષા માટે એક મોટી સિદ્ધિ ગણાય છે. હોર્મુઝની ખાડીમાં ભારે તણાવ હોવા છતાં, છેલ્લા એક મહિનામાં ગુજરાતના કંડલા, મુન્દ્રા, વાડીનાર અને દહેજ બંદરો પર વ્યૂહાત્મક રીતે મહત્વના જહાજો સફળતાપૂર્વક લાંગર્યા છે. કંડલા પોર્ટ પર 26 માર્ચે ‘MT જગ વસંત’ 47,600 મેટ્રિક ટન LPG ના વિશાળ જથ્થા સાથે અહીં સુરક્ષિત પહોંચ્યું હતું. તો મુન્દ્રા પોર્ટ પર 16 માર્ચે કતારથી રવાના થયેલું ‘MT શિવાલિક’ આશરે 46,000 મેટ્રિક ટન LPG લઈને મુન્દ્રા પહોંચ્યું હતું. દેશમાં ઇંધણની અછત ન સર્જાય તે માટે આ જહાજને ‘પ્રાયોરિટી બર્થિંગ’ આપવામાં આવ્યું હતું. તો વાડીનારની વાત કરવામાં આવે તો અગાઉ 17 માર્ચે ‘MT નંદા દેવી’ 46,500 મેટ્રિક ટન LPG અને ‘MT જગ લાડકી’ 81,000 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનો મસમોટો જથ્થો લઈને હોર્મુઝ પસાર કરીને સુરક્ષિત પહોંચ્યા હતા. 15 ભારતીય જહાજો હજુ પણ હોર્મુઝમાં અટવાયા, પરત લાવવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો તેજ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે સોમવારે એક બ્રીફિંગમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, “અત્યારે પણ 15 જેટલા ભારતીય ધ્વજ ધરાવતા અને ભારતીય માલિકીના જહાજો હોર્મુઝની ખાડીમાં છે. વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને અમે આ તમામ જહાજો અને તેમાં સવાર ખલાસીઓને સુરક્ષિત પરત લાવવા કટિબદ્ધ છીએ.” ઉલ્લેખનીય છે કે ભારત તેની જરૂરિયાતનો90% LPG ગલ્ફ દેશોમાંથી આયાત કરે છે, તેથી આ ટ્રાન્ઝિટ રૂટ ભારત માટે અત્યંત મહત્વનો છે. હાલમાં કંડલા સહિત ભારતના તમામ પોર્ટ પર કામગીરી સામાન્ય ધોરણે ચાલી રહી છે અને ક્યાંય પણ જહાજોના ટ્રાફિક જામ (Congestion) ની સમસ્યા નથી.
    Click here to Read More
    Previous Article
    Dalit student’s death puts spotlight on caste, colour bias in Kannur college
    Next Article
    સુરતના ડીંડોલીથી પકડાયો વોન્ટેડ:તાપી જિલ્લાના સોનગઢમાં 12 વર્ષથી ફરાર ઘરફોડ ચોર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment