Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:કન્યા અને કુંભ રાશિના જાતકોનો ભાગ્યોદય, કર્ક-તુલા રાશિના લોકોને પ્રોપર્ટીમાં લાભ થશે

    6 days ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ ચૈત્ર વદ બારસ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ બપોરે 03:47થી 05:21 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: આજે તમારી કોઈ યોજના અમલમાં આવવાની છે, તેને ગુપ્ત રાખવી હિતાવહ છે. ગ્રહદશા અનુકૂળ છે, તેનો ભરપૂર લાભ ઉઠાવો. ભાઈઓ અથવા નજીકના સંબંધીઓ સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. નેગેટિવ: વાતચીત દરમિયાન શબ્દો પર નિયંત્રણ રાખો જેથી કોઈને દુઃખ ન થાય. બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખો. આળસને કારણે મહત્વના કામ અટકી શકે છે. વ્યવસાય: વ્યાવસાયિક સ્થિતિમાં સુધારો થશે અને મોટા ઓર્ડર મળી શકે છે. સરકારી નોકરીમાં સહકર્મીઓ સાથે મતભેદ થવાથી તણાવ રહી શકે છે. લવ: ઘરની શાંતિ જાળવવામાં તમારો ફાળો રહેશે. લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય: એલર્જી કે ઈન્ફેક્શનની શક્યતા છે. મોસમી બીમારીઓથી બચવું. લકી કલર: બદામી લકી નંબર: 1 પોઝિટિવ: મનગમતું કામ પૂરું થવાથી આત્મવિશ્વાસ વધશે. યુવાનો મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં સફળ રહેશે. રસપ્રદ સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિવ: સમય પ્રમાણે સ્વભાવમાં ફેરફાર લાવવો જરૂરી છે. તમારો વધુ પડતો શિસ્તબદ્ધ વ્યવહાર પરિવાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કરિયર પર વધુ ધ્યાન આપો. વ્યવસાય: હાલમાં વ્યવસાયમાં કોઈ ફેરફાર ન કરવો. અટકેલા નાણાં પરત મળી શકે છે. નોકરીમાં કાર્યપદ્ધતિ બદલવાથી સારા પરિણામ મળશે. લવ: જીવનસાથી અને પરિવારનો સહયોગ મળશે. સંતાનોના લગ્નની અડચણો દૂર થશે. સ્વાસ્થ્ય: તણાવ અને ચિંતાને કારણે થાક અને આળસનો અનુભવ થશે. લકી કલર: કેસરી લકી નંબર: 9 પોઝિટિવ: તમે તમારી આદતોમાં સુધારો કરશો, જેનાથી વ્યક્તિત્વ નિખરશે. સંતાનની શિક્ષા કે કરિયર અંગે મોટો નિર્ણય લઈ શકશો. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવશે. નેગેટિવ: આજે મુસાફરી ટાળવી, સમય અને પૈસાનો બગાડ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ બજેટ બગાડી શકે છે. વાદ-વિવાદથી દૂર રહેવું. વ્યવસાય: વેપારમાં સ્પર્ધાનો સામનો કરવો પડશે. મશીનરી સંબંધિત કામમાં નુકસાન કે છેતરપિંડી થવાની શક્યતા છે, સાવધ રહેવું. લવ: જીવનસાથીના સહયોગથી તમે તણાવમુક્ત રહીને કામ કરી શકશો. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર-ચઢાવ આવશે, પણ સાવધાની રાખવી જરૂરી છે. લકી કલર: ગુલાબી લકી નંબર: 7 પોઝિટિવ: રુચિ મુજબના કાર્યો કરવાથી પ્રસન્નતા મળશે. સંતાનની સમસ્યા હલ કરવામાં તમારો સહયોગ સકારાત્મક રહેશે. પ્રોપર્ટીના સોદા સફળ થશે. નેગેટિવ: ઉતાવળ અને ગુસ્સો તમારા કામ બગાડી શકે છે. મોસાળ પક્ષ સાથે મતભેદ થવાની આશંકા છે. વ્યવસાય: વ્યવસાયમાં અવરોધો આવી શકે છે, સાબિત થવા માટે વધુ મહેનતની જરૂર છે. મીડિયા અને પબ્લિક રિલેશનના કામમાં ધ્યાન આપો. લવ: પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ થઈ શકે છે, પરંતુ પરિવારમાં શાંતિ રહેશે. સ્વાસ્થ્ય: વ્યવસ્થિત દિનચર્યાને કારણે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. લકી કલર: લાલ લકી નંબર: 2 પોઝિટિવ: સુખ-સુવિધાની વસ્તુઓની ખરીદીમાં દિવસ પસાર થશે. વડીલોના આશીર્વાદ મળશે. મોટાભાગના કામ સરળતાથી પૂર્ણ થવાથી રાહત અનુભવશો. નેગેટિવ: યુવા વર્ગ બેદરકારીને કારણે છેતરાઈ શકે છે. વધુ પડતા વિચારમાં તક હાથમાંથી નીકળી ન જાય તેનું ધ્યાન રાખવું. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. વ્યવસાય: વ્યાવસાયિક સિદ્ધિઓ પ્રાપ્ત થશે. પાર્ટનર સાથે તાલમેલ જાળવી રાખવો. નોકરીમાં સમજદારીથી કામ લેવું. લવ: પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. સ્વાસ્થ્ય: માનસિક અને શારીરિક અસ્વસ્થતા અનુભવાય. નકારાત્મક લોકોથી દૂર રહેવું. લકી કલર: વાદળી લકી નંબર: 8 પોઝિટિવ: અસ્તવ્યસ્ત દિનચર્યામાં સુધારો થશે. સંબંધીઓ સાથેના સંબંધો મજબૂત બનશે. યુવાનોના સપના સાકાર થવાનો સમય છે. નેગેટિવ: બીજાની સલાહ પર આંખ મીંચીને વિશ્વાસ ન કરવો. બાળકો સાથે સમય વિતાવો. મિલકત કે વાહનના કાગળો બરાબર તપાસી લેવા. વ્યવસાય: રિયલ સ્ટેટના વ્યવસાયમાં સારો નફો થશે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોથી સરકારી ટેન્ડર મળી શકે છે. નોકરીમાં કામનું ભારણ વધુ રહેશે. લવ: પતિ-પત્ની વચ્ચે સારો તાલમેલ રહેશે. લગ્ન માટે સારા માંગા આવી શકે છે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખાણીપીણીમાં ધ્યાન રાખવું. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: દિવસ ખુશનુમા રહેશે અને કોઈ શુભ સમાચાર મળશે. આર્થિક બાબતોમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. માતા-પિતાના આશીર્વાદથી ભાગ્ય પ્રબળ બનશે. નેગેટિવ: ભાવુકતા અને આળસને કારણે તક ગુમાવવી પડી શકે છે. વિદ્યાર્થીઓએ એકાગ્રતા માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો જોઈએ. વ્યવસાય: કામમાં ગંભીરતા રાખવી, બેદરકારીથી મોટો ઓર્ડર જઈ શકે છે. પ્રભાવશાળી વ્યક્તિ સાથેનો સંપર્ક ફાયદાકારક રહેશે. લવ: મુશ્કેલ સમયમાં પરિવારનો પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં નિરાશા મળી શકે છે. સ્વાસ્થ્ય: તણાવ અને મોસમી બીમારીઓથી બચવું. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: ફાઈનાન્સ સંબંધિત અટકેલા કામ ફરી શરૂ થશે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે યોગ્ય સમય છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. નેગેટિવ: નકારાત્મક સ્થિતિમાં મક્કમ રહેવું. જવાબદારીઓનો બોજ વધી શકે છે. વડીલોનું સન્માન જાળવવું. વિદ્યાર્થીઓએ ભણતરમાં ધ્યાન આપવું. વ્યવસાય: કાયદાકીય બાબતો સમયસર પતાવી લેવી. નોકરી કરતા લોકોએ અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે. લવ: ઘરમાં ખુશાલી રહેશે. સાસરી પક્ષ સાથેના સંબંધો મધુર બનશે. સ્વાસ્થ્ય: ઉધરસ અને શરદી જેવી તકલીફ થઈ શકે છે, સાવધ રહેવું. લકી કલર: સફેદ લકી નંબર: 4 પોઝિટિવ: સમય ખૂબ જ અનુકૂળ છે. અગાઉની મૂંઝવણો દૂર થશે. કોઈ અશક્ય કામ અચાનક પૂરું થવાથી મન પ્રસન્ન રહેશે. નેગેટિવ: ગુસ્સા પર નિયંત્રણ રાખવું, કારણ કે શારીરિક તકલીફને લીધે સ્વભાવ ચીડિયો થઈ શકે છે. નાણાકીય બાબતોમાં કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો. વ્યવસાય: વેપારની સ્થિતિ સુધરશે. અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે. નાની વાતોમાં ગુસ્સો વ્યવસાયિક સંબંધો બગાડી શકે છે. લવ: મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. લગ્ન ઈચ્છુકો માટે સારા સમાચાર મળશે. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર અને થાકથી બચવા માટે આરામ કરવો જરૂરી છે. લકી કલર: નારંગી લકી નંબર: 8 પોઝિટિવ: મહેમાનોના આગમનથી દિનચર્યા બદલાશે અને આનંદ મળશે. સંપર્કનું વર્તુળ વધશે. ધાર્મિક સ્થળની મુલાકાત લેવી શાંતિ આપશે. નેગેટિવ: કામનો વધુ બોજ ન લેવો, તેનાથી મૂડ બગડી શકે છે. કોઈને ઉધાર પૈસા ન આપવા, પાછા મળવાની શક્યતા ઓછી છે. વ્યવસાય: નવી વ્યાવસાયિક યાત્રાઓ અને ઓર્ડર મળી શકે છે. નોકરીમાં કામના ભારણને લીધે તણાવ રહી શકે છે. લવ: જૂના મિત્ર સાથે મુલાકાત યાદો તાજી કરશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય: નસોમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે. યોગાભ્યાસ કરવો. લકી કલર: નારંગી લકી નંબર: 5 પોઝિટિવ: ઘરના નવીનીકરણ માટે યોગ્ય સમય છે. વાસ્તુ નિયમોનું પાલન કરવું. લેણ-દેણની સમસ્યાઓનો ઉકેલ આવશે. નેગેટિવ: વધુ પડતા ભાવુક કે ઉદાર ન બનવું, લોકો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. નજીકના સંબંધી સાથે બોલાચાલી થઈ શકે છે. વ્યવસાય: ભાગીદારીના વ્યવસાયમાં પાર્ટનરની યોજનાઓ લાભદાયક રહેશે. ઓફિસના કામમાં બેદરકારી ન રાખવી. લવ: પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને મનોરંજનમાં સમય પસાર થશે. સ્વાસ્થ્ય: કામના ભારણને કારણે સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યા થઈ શકે છે. લકી કલર: ક્રીમ લકી નંબર: 9 પોઝિટિવ: નવા કામમાં વડીલોની સલાહ ફાયદાકારક રહેશે. સકારાત્મક વિચારસરણી માટે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો. નેગેટિવ: કોઈપણ નિર્ણય લેતા પહેલા તપાસ કરવી. તમારી ક્ષમતાઓને ઓળખો. વધુ પડતી શિસ્ત બીજા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વ્યવસાય: વ્યવસાયિક સમસ્યાઓનો ઉકેલ આવશે. નવા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવધ રહેવું. ઓફિસમાં ટીમ વર્કથી વધુ લાભ થશે. લવ: પતિ-પત્ની વચ્ચે તણાવ થઈ શકે છે, પરંતુ પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય: મોસમને કારણે થાક અને તાવ જેવો અનુભવ થઈ શકે છે. લકી કલર: વાદળી લકી નંબર: 6
    Click here to Read More
    Previous Article
    14 એપ્રિલનું ટેરો રાશિફળ:કન્યા જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ; વૃશ્ચિક, મકર અને કુંભ રાશિનો આર્થિક પક્ષ મજબૂત રહેશે
    Next Article
    14 એપ્રિલનું અંકફળ:અંક 3 અને 9ના જાતકો માટે સફળતાના યોગ, અંક 6ના જાતકોનું પ્રમોશન-પગાર વધારો નક્કી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment