Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંગલની જમીન મુદ્દે હાઈકોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા:કહ્યું- ક્લેમ વાળી જમીન ઉપર છોડ વાવવા જાઓ છો અને સંસદને ગેરમાર્ગે દોરો છો, આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ

    5 days ago

    ગુજરાત હાઇકોર્ટમાં બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જેમની સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. તેઓ દાતાના પાડલીયા ગામના રહેવાસી છે. વન વિભાગના અધિકારીઓ પર 500 લોકોના હુમલોની ફરિયાદ આ કેસમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે રોપા રોપવા માટે ખાડા ખોદવા ગયા હતા. જ્યાં 500 જેટલા આદિજાતિ લોકોએ તેમની ઉપર ફરિયાદમાં જણાવ્યા મુજબ ધારીયા, તીર, તલવાર, કુહાડી, લાકડી અને ધોકા જેવા સાધનો વડે હુમલો કર્યો હતો. જેમાં સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું, તેમજ અધિકારીઓને ઈજા થઈ હતી. ફરિયાદમાં સરકારી અધિકારી પાસેથી લૂંટ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ અરજદારે ગામના લોકોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. શું પોલીસ ફાયરિંગ કરવાની મંજૂરી મેળવવા માંગતી હતી? આજે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટના ગત આદેશ મુજબ વન વિભાગના અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. હાઇકોર્ટે સરકારી વકીલને પ્રશ્ન કર્યો હતો કે વન વિભાગ છોડ વાવવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે કેમ લઈ ગયા હતા? શું પોલીસ આદિવાસીઓ ઉપર ફાયરિંગ કરવાની મંજૂરી મેળવવા માંગતી હતી? જે પણ પ્રશ્ન હતો તેને વહીવટી લેવલ ઉકેલ શોધવા પ્રયત્ન કેમ કરાયો નહોતો? જે જમીન ઉપર દાવો કરો છો તેના હક્ક માટે તમે શું કર્યું? અરજદારના વકીલે જણાવ્યું હતું કે, આ જંગલની જમીન છે. આ વિસ્તાર બાલારામ સેન્ચુરીમાં આવે છે. અહીં 172 આદિજાતિ લોકોએ ક્લેમ કર્યો છે, જેઓ અહીં ખેતી કરે છે. અહીં ફોરેસ્ટ એક્ટ લાગુ પડે છે. કોર્ટે તેમને પૂછ્યું હતું કે જે જમીન ઉપર તમે દાવો કરો છો તેના હક્ક માટે તમે શું કર્યું? અરજદારે જણાવ્યું હતું કે તેનો ક્લેમ કરવામાં આવ્યો છે અને સરકારના અનુમોદન માટે પેન્ડિંગ છે. પરંતુ તેમ છત્તા સરકારે આદિવાસીઓને ખેતી કરતા રોકવા ક્લેમ વાળી જમીન ઉપર રોપા રોપવાની કોશિશ કરી. એક વિધવા ઝૂંપડી બાંધીને આ જમીન ખેડતી હતી અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દો લોકસભામાં પણ ઉઠ્યો હતો. લોકસભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રશ્ન કર્યો હતો કે જંગલની જમીન ઉપર આદિજાતિના કેટલા ક્લેમ આવ્યા છે? જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાંથી 10 હજાર ક્લેમ આવ્યા હતા. જેમાંના 7000 ક્લેમ મંજૂર કરાયા છે, જ્યારે 2869 ક્લેમ પેન્ડિંગ છે. જે જમીન ઉપર છોડ વાવવા તંત્ર આવ્યું હતું. ત્યાં એક વિધવા ઝૂંપડી બાંધીને આ જમીન ખેડતી હતી. તેઓને કાયદા મુજબ ખેતી કરવાનો અધિકાર છે, તમને ખસેડી શકાય નહીં. કોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા હતા કોર્ટે સરકારી વકીલને પૂછ્યું હતું કે, અરજદારના વકીલ જે 172 ક્લેમની વાત કરી રહ્યા છે, તે પાડલીયા ગામના છે? જેનો જવાબ હકારમાં આવ્યો હતો. કોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા હતા કે એક તરફ તમે ક્લેમ વાળી જમીન ઉપર છોડ વાવવા જાઓ છો અને સંસદને ગેરમાર્ગે દોરો છો કે અજાણતા આ ઘટના બની છે! કોણે આ જમીન ઉપર રોપા વાવવા હુકમ કર્યો હતો, જ્યારે તમે આદિજાતિઓ ઉપર પોલીસ ફરિયાદ કરી છે. આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ સંસદને ગેરમાર્ગે દોરવા બદલ આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ. તમે આદિજાતિ વિસ્તારમાં જઈને રાજ્યની શક્તિ બતાવવા માંગતા હતા. જો પ્રશ્નો હતા તો ફોર્સ કેમ વાપરી? સિવિલ એડમિનિસ્ટ્રેશન સમક્ષ મુદ્દો કેમ ના મૂક્યો? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર કેમ પડી? ગોળી મારવા? આ બોર્ડર નહીં, તમારા નાગરિકો છે. સરકારી વકીલે કહ્યું હતું કે તેઓએ બે દિવસ પહેલા સમજાવ્યા આદિવાસીઓને સમજાવ્યા હતા. સંસદમાં કોણે જવાબ આપ્યો તે જણાવો? જો કે, કોર્ટે પ્રશ્ન પકડી રાખ્યો હતો કે ક્લેમ નક્કી કરતા પહેલા તમે કેમ છોડ વાવવા ગયા હતા? તેની જરૂર શું હતી? તમે ઘોડા આગળ ગાડું કેમ મૂક્યું? બંધારણીય કોર્ટ આંખો બંધ કરી શકે નહીં! સરકારી વકીલે કહ્યું હતું કે અરજદારે આદિવાસીઓને ઉશ્કેર્યા હતા, તેઓ બંધારણમાં અને વ્યવસ્થામાં માનતા નથી, તેઓ દેશને પોતાની માલિકીનો ગણાવે છે. RFO એ પણ તેઓને સમજાવવાની કોશિશ કરી હતી. તેઓ જંગલની બધી જમીન ઉપર હક્ક દાવો કરે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી? સંસદમાં કોણે જવાબ આપ્યો તે જણાવો? આ મુદ્દે વધુ સુનાવણી 16 એપ્રિલ નાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત કલેક્ટર કચેરી સમરાંગણમાં ફેરવાઈ:ભાજપ-કોંગ્રેસ-AAPના કાર્યકરો ભાન ભૂલ્યા; સુરત મનપામાં આપના 3 ફોર્મ રદ
    Next Article
    Mahissagar Accident News | મહિસાગરમાં ખેતરમાં કામ માટે આવેલા પરિવારના 13 સભ્યોનો અકસ્માત | Accident

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment