Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસના જામીન:બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા હંગામી જામીન, હાઈકોર્ટના હુકમને ચેલેન્જ કરાયો હતો

    1 day ago

    જેલમાં બંધ ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાં ત્રણ દિવસના હંગામી જામીન મળ્યા છે. બીમાર ભાઈને મળવા માટે અગાઉ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ હાઈકોર્ટે એક દિવસના જામીન આપ્યા હતા. જો કે આ હુકમને હાઈકોર્ટમાં ચેલેન્જ કરાયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે 3 દિવસના હંગામી જામીન મંજૂર કર્યાં છે. એડવોકેટ પુનીત જૂનેજાએ જણાવ્યું છે કે, ચૈતર વસાવાને 3 દિવસના હંગામી જામીન સુપ્રીમ કોર્ટે આપ્યા છે. ચૈતર વસાવા વતી સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા ચૈતરના ભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો 12 ઓક્ટોબર, 2026એ ધારાસભ્ય ચૈતર વસાવાના 35 વર્ષીય નાનાભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે નિઝર વિભાગના નાયાબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ કરતા પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસ હતો, જેને કારણે આ પગલું ભર્યું હતું. ચૈતર વસાવા જેલમાં છે તે સમગ્ર મામલો શું છે? નવેમ્બર 2023માં ચૈતર સાથે તેમના પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને ઘરે બોલાવીને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે IPCની કલમ 143, 141, 149, 186, 294, 353, 386 અને આર્મ્સ એકટની કલમ 25 વગેરે મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ નર્મદાની કોર્ટે ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારી હતી. 23 જૂન, 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જો કે છેલ્લે સપ્ટેમ્બર, 2026માં વિધાનસભા સત્રમાં હાજરી આપવા હાઈકોર્ટે 7 દિવસના જામીન આપ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    દિલ્હીના વેપારીઓનો રાહુલ ગાંધીને 4 દિવસમાં બીજો પત્ર:1 નવેમ્બરની રેલી ટાળવા અપીલ કરી, દિવાળી પર ₹10 હજાર કરોડનું નુકસાન થશે; ગઈકાલે રાહુલે ઇનકાર કર્યો હતો
    Next Article
    લોકતંત્ર બચાવવા અમદાવાદ-રાજકોટમાં ભાજપની પદયાત્રા:જે. પી. નડ્ડા, CM-DYCM અને પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ જોડાશે, વાંચો કયા રસ્તા બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment