Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીના વેપારીઓનો રાહુલ ગાંધીને 4 દિવસમાં બીજો પત્ર:1 નવેમ્બરની રેલી ટાળવા અપીલ કરી, દિવાળી પર ₹10 હજાર કરોડનું નુકસાન થશે; ગઈકાલે રાહુલે ઇનકાર કર્યો હતો

    1 day ago

    INDIA બ્લોકની દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાનારી રેલી ટાળવાની ફરી માંગ કરવામાં આવી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ ચાર દિવસમાં બીજી વખત રાહુલ ગાંધીને પત્ર લખીને દિવાળી બાદ રેલી યોજવાની અપીલ કરી છે. CTI અધ્યક્ષ બૃજેશ ગોયલે રાહુલ ગાંધીને લખેલા પત્રમાં કહ્યું કે તેમાં 15-20 હજાર વાહનો અને 10 લાખ લોકો પહોંચવાનો અંદાજ છે. રેલીથી ટ્રાફિક જામ અને પ્રતિબંધોને કારણે દિવાળીના વેપારને અસર થશે. આશરે 10 હજાર કરોડ રૂપિયાના નુકસાનની આશંકા છે. INDIA બ્લોક દ્વારા SIR અને જ્ઞાનેશ કુમારના વિરોધમાં આ રેલી યોજાઈ રહી છે. રાહુલે સોમવારે આ રેલી ટાળવાનો ઇનકાર કર્યો હતો. તેમણે X પર લખ્યું હતું કે તેઓ દિલ્હીના દરેક વેપારીની વાત સાંભળી રહ્યા છે. મોદીજીને કહો કે જ્ઞાનેશ કુમારને હટાવી દે. 30 સેકન્ડમાં આંદોલન બંધ થઈ જશે. CTIના પત્રની ચિંતાઓ અને માંગણીઓ, 3 મુદ્દા રામલીલા મેદાનથી જૂની દિલ્હી સુધી 1 લાખ દુકાનો વેપારીઓનો દાવો છે કે માત્ર દિલ્હીના ચાંદની ચોકમાં જ 75,000થી વધુ દુકાનો છે. સદર બજારમાં દુકાનોની સંખ્યા 15,000થી 40,000 વચ્ચે છે અને અહીં 50,000થી 70,000 લોકો આવે છે. ચાવડી બજારના કાગળના વેપારમાં 1,000થી વધુ વેપારીઓ છે. કુલ મળીને રામલીલા મેદાનની આસપાસના જૂની દિલ્હીના બજારોમાં એક લાખથી વધુ દુકાનો હોઈ શકે છે. વિપક્ષ દ્વારા SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ 6 બેઠકો-પ્રદર્શન INDIA બ્લોકના નેતાઓએ SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને 6થી 13 ઑક્ટોબર વચ્ચે 8 વખત પ્રદર્શન કર્યા. કોકરોચ જનતા પાર્ટી અને ડાબેરી પક્ષોએ પણ 10 ઑક્ટોબરે આ જ મુદ્દે પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું, પરંતુ દિલ્હી પોલીસે તેની મંજૂરી આપી નહોતી. આ દરમિયાન શહેરમાં બૅરિકેડિંગ કરવામાં આવ્યું હતું, 45 મેટ્રો સ્ટેશન બંધ રહ્યા અને 7 હજારથી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર:પોલીસકર્મીઓ પર હુમલો કરીને ભાગ્યા; 5ની ધરપકડ, બાકીની શોધ માટે 17 ટીમો બનાવાઈ
    Next Article
    જેલમાં બંધ AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસના જામીન:બીમાર ભાઈને મળવા સુપ્રીમ કોર્ટે આપ્યા હંગામી જામીન, હાઈકોર્ટના હુકમને ચેલેન્જ કરાયો હતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment