Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્કશોપમાં આગથી બે કાર બળીને ખાખ:સર્વિસમાં આવેલી અન્ય ચાર કારને કોઈ નુકસાન નહીં, નાગલપુર હાઈવે પર સ્ટાર લાઈન વર્કશોપમાં બની ઘટના

    10 hours ago

    મહેસાણા શહેરના નાગલપુર હાઈવે પર સ્ટાર લાઈન કારના વર્કશોપમાં આજે 13 એપ્રિલે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કાર સર્વિસ સ્ટેશનના પેઈન્ટ સેક્શનમાં લાગેલી આગ આસપાસના વિસ્તારમાં પણ પ્રસરી ગઈ હતી. જેમાં સર્વિસ માટે આવેલી બે ગાડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટના બપોરે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હાઈવે પર આવેલા આ વર્કશોપમાં ગાડીઓ અને પેઈન્ટના મટીરિયલ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત 14,000 લિટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અન્ય ચાર કારને કોઈ નુકસાન નહીં ફાયર વિભાગની સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે વર્કશોપમાં પડેલી અન્ય ચાર જેટલી કિંમતી કારને આગની ઝપેટમાં આવતા બચાવી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બે ગાડીઓ બળીને ખાખ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.
    Click here to Read More
    Previous Article
    'મેં અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, માત્ર સિમ્પલ સાડી પહેરી હતી':વાઇરલ વીડિયો બાદ MSU વિદ્યાર્થિનીની સો.મીડિયા પોસ્ટ, રડતા રડતા કહ્યું- 'બીજી પાર્ટીને ટાર્ગેટ કરવા છોકરીનો સહારો લીધો'
    Next Article
    બોટાદમાં મહાકાળી માતાજીનો માંડવો યોજાયો:પારેવાની છત્રીના લાભાર્થે ખારા વિસ્તારમાં ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment